શિરીન મિર્ઝાનું ગ્રાન્ડ રિસેપ્શન દિલ્હીમાં યોજાયું

મુંબઇ, જયપુરમાં લગ્ન કર્યા બાદ નવદંપતી શિરીન મિર્ઝા અને હસન સરતાજનું સોમવારે ગ્રાન્ડ રિસેપ્શન યોજાયુ હતું. ઉલ્લેખનીય છે કે, બંનેના લગ્ન શિરીનના વતન જયપુરમાં યોજાયા હતા. શિરીન અને હસનના વેડિંગ ફંક્શનની શરૂઆત સંગીત સેરેમનીથી થઈ હતી અને બાદમાં જયપુરમાં નિકાહ થયા હતા.
હસનના પરિવારે એનસીઆરમાં બંને માટે રિસેપ્શનનું આયોજન કર્યું હતું. જયપુરમાં થયેલા નિકાહમાં શિરીન મિર્ઝાના ‘યે હૈ મહોબ્બતે’ના કો-એક્ટર્સ દિવ્યાંકા ત્રિપાઠી, વિવેક દહીયા, અલી ગોની અને કૃષ્મા મૂખર્જી સામેલ થયા હતા. જ્યારે દિલ્હીમાં થયેલા રિસેપ્શનમાં શિરીનની બીએફએફ કૃષ્ણા મૂખર્જી, રૂચિતા શર્મા અને સ્વીટી વાલિયાએ હાજરી આપી હતી.
શિરીન મિર્ઝા અને હસન સરતાજના ગ્રાન્ડ રિસેપ્શનના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. રિસેપ્શનમાં શિરીન મિર્ઝાએ હેવી વર્ક કરેલું ગાઉન પહેર્યું હતું જ્યારે બ્લેક એન્ડ વ્હાઈટ સૂટમાં હસન હેન્ડસમ લાગી રહ્યો હતો. હસન સરતાજને આમ તો એક્ટિંગ અને ડાન્સિંગ સાથે કોઈ લેવા-દેવા નથી પરંતુ પત્ની શિરીન માટે તેણે રિસેપ્શન માટે ડાન્સ શીખ્યો હતો અને સ્ટેજ પર ધમાલ મચાવી દીધી હતી.
તેણે તેમજ શિરીને બોલિવુડના પોપ્યુલર સોન્ગ પર ઠુમકા લગાવ્યા હતા. નિકાહ બાદ વાતચીત કરતા શિરીન મિર્ઝાએ કહ્યું હતું કે ‘એક અઠવાડિયાથી અમે સેલિબ્રેશન કરી રહ્યા છે. મને લાગે છે કે જ્યારે આ બધુ ખતમ થઈ જશે પછી હું કંટાળી જઈશ. અમે ઘણા સમયથી તેની રાહ જાેઈ રહ્યા હતા.
મહામારી દરમિયાન અમને એકબીજાને મળવાની તક મળી નહોતી. પરંતુ હવે અમે હંમેશા માટે એકબીજાની સાથે છીએ’. તો હસન સરતાજે કહ્યું હતું કે ‘હું લાગણીઓ અને ભાવનાઓને શબ્દોમાં વર્ણવી શકું તેમ નથી. નિકાહ અને રિસેપ્શન દરમિયાન કૃષ્ણા મૂખર્જી સતત શિરીન મિર્ઝાની સાથે રહી હતી. ‘હું અને શિરીન અમારા લગ્ન વિશે વાતો કરતા હતા. અમારે શું પહેરવું છે તે પણ અમે નક્કી કરી લીધુ હતું. અમે જે રીતે શિરીનના લગ્ન ધાર્યા હતા તે રીતે જ થયા. હવે હું મારા લગ્નની રાહ જાેઈ રહી છું’, તેમ કૃષ્ણાએ કહ્યું હતું.SSS