Western Times News

Gujarati News

શિલજ-આંબલીમાં ૩૬ મીટરનો અને ભાડજમાં ૧૬ મીટરનો રોડ ખોલાયો

અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉત્તર-પશ્ચિમ ઝોન દ્વારા ગુરૂવારે સિંધુભવન ચાર રસ્તાથી પકવાન ચાર રસ્તા સુધીના દબાણો હટાવવાની કામગીરી શરૂ કરાઈ હતી. જેમાં ૧૭ જેટલા દબાણો હટાવાયા હતા. સાથે ટીપી સ્કીમ નંબર ૪૦પ (શિલજ-આંબલી) અને ટીપી સ્કીમ નંબર ૩૦૧ (ભાડજ) માં રોડ ખોલવાની કામગીરી કરાઈ હતી.

અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોેરેશને આજે શહેરની બે ટીપી સ્કીમોમાં રોડ ખોલવાની કામગીરી કરી હતી. જેમાં શિલજ આંબલીની ટીપી સ્કીમ નંબર ૪૦પમાં ૩૬ મીટરની પહોળાઈનો રોડ ખુલ્લો કરવામાં આવ્યો હતો. આશરે અડધો કી.મી.નો રોડ ખુલ્લો કરાયો હતો. ભાડજ-હેબતપુર-શિલજની ટીપી સ્કીમ નંબર ૩૦૧ થી ૧૬ મીટરની પહોળાઈનો રોડ ખુલ્લો કરાયો હતો. જેમાં એસ.પી. રીંગ રોડથી ભાડજ ગામ તરફ જતાં ૧૬ મીટરના રોડને ખુલ્લો કરવામાં આવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ ખાતા પાસે રોડ ખોલવા મુદ્દે કોઈ પોલીસી નથજી. ટી.પી. સ્કીમનો ડ્રાફટ સરકાર મંજુર કરે એટલે મ્યુનિસિપલને રોડ ખુલ્લા કરવાની સતા મળી જાય છે. પણ શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારની ૧પ૦થી વધુ સકીમોના ડ્રાફટ મંજુર કરવામાં આવેલા છે. જે પૈકી પ૦ ટકા ટીપી સ્કીમોમાં તો રોડ ખોલાયા નથી જ્યારે પ૦ ટકા ટીપી સ્કીમોમાં પ૦ ટકા રોડ ખોલવાના બાકી છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.