શિલ્પાએ કોરોના કાળમાં પતિ સાથે રોમાન્સની ઝલક બતાવી
મુંબઈ: બોલિવુડ એક્ટ્રેસ અને રિયાલિટી શો ‘સુપર ડાન્સર’ની જજ શિલ્પા શેટ્ટીએ થોડા દિવસ પહેલા જ સોશિયલ મીડિયા પર જાણકારી આપી હતી કે તેને બાદ કરતાં આખો પરિવાર કોરોના સંક્રમિત છે. શિલ્પાએ આ પોસ્ટમાં એમ પણ જણાવ્યું હતું કે, ઘરના તમામ સભ્યો હોમ આઈસોલેશનમાં છે અને તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.
હવે એક્ટ્રેસે પોતાના પતિ રાજ કુંદ્રા સાથેની એક તસવીર શેર કરી છે. જેમાં તેઓ કાચની દિવાલ દ્વારા એકબીજાને જાેઈ રહ્યા છે. તસવીરમાં જાેઈ શકો છો કે શિલ્પા શેટ્ટીએ ડબલ માસ્ક પહેર્યા છે. જ્યારે રાજ કુંદ્રા બ્લેક કેપ અને ટી-શર્ટમાં જાેવા મળી રહ્યો છે. કોરોના કાળમાં પતિ-પત્ની વચ્ચે પ્રેમ કઈ રીતે થાય છે તેની ઝલક એક્ટ્રેસે આ તસવીર દ્વારા બતાવી છે.
તસવીર શેર કરતાં શિલ્પાએ લખ્યું, “કોરોનાના સમયમાં પ્રેમ! કોરોના પ્યાર હૈ! લગભગ પૂરું થવા આવ્યું છે. તમારા સૌની શુભેચ્છાઓ, ચિંતા અને પ્રાર્થનાઓ માટે આભાર. શિલ્પા શેટ્ટીએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં પોતાની એક તસવીર શેર કરી છે. જેમાં તે ડબલ માસ્ક, ફેસ શિલ્ડ અને પીપીઈ કિટ પહેરેલી જાેવા મળે છે. શિલ્પાએ આ તસવીર શેર કરતાં લખ્યું, “કોરોના કહેવા માટે રાહ નથી જાેઈ શકતી. આને હરાવો. પહેલા કરતાં વધુ મજબૂત.”
આ તસવીરો જાેતાં લાગી રહ્યું છે કે, શિલ્પાના પરિવારજનોનો ક્વોરન્ટીન પીરિયડ પૂરો થવાને આરે છે. શિલ્પા શેટ્ટીની એક વર્ષીય દીકરી સમિષા, દીકરો વિઆન, પતિ રાજ કુંદ્રા, સાસુ-સસરા અને એક્ટ્રેસની મમ્મી કોરોનાનો શિકાર બન્યા છે. જણાવી દઈએ કે, શિલ્પા શેટ્ટી ‘સુપર ડાન્સર’ની ચોથી સીઝનમાં જજ તરીકે જાેવા મળે છે. આ શોનું શૂટિંગ હાલ દમણમાં ચાલી રહ્યું છે. ત્યારે એક્ટ્રેસે બ્રેક લીધો છે. થોડા એપિસોડ માટે શિલ્પા શેટ્ટીની જગ્યા મલાઈકા અરોરાએ લીધી છે. ફિલ્મની વાત કરીએ તો શિલ્પા શેટ્ટી ‘હંગામા ૨’ અને ‘નિકમ્મામાં જાેવા મળશે. આ ફિલ્મો દ્વારા લાંબા સમય બાદ શિલ્પા સિલ્વર સ્ક્રીન પર કમબેક કરશે.