Western Times News

Gujarati News

શિલ્પાએ મમ્મી-સાસુ સાથે મળીને ગણેશ વિસર્જન કર્યું

મુંબઈ, ગણેશ ચતુર્થીએ અનેક સેલિબ્રિટીઝ પોતાના ઘરે ગણપતિજીની મૂર્તિની સ્થાપના કરે છે. કોઈ ૫ કે ૧૦ દિવસ સુધી બાપ્પાની સેવાપૂજા કરવાનો લ્હાવો લે છે તો કેટલાક લોકો દોઢ દિવસમાં ગણેશ વિસર્જન કરતાં હોય છે. એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીએ પણ ગણેશ ચતુર્થીએ પોતાના ઘરમાં વિઘ્નહર્તાની સ્થાપના કરી હતી. શનિવારે સાંજે શિલ્પાએ ગણપતિ વિસર્જન કર્યું હતું.

શિલ્પા શેટ્ટીએ પોતાના ઘરે જ મોટા પીપડામાં પાણી ભરીને બાપ્પાનું વિસર્જન કર્યું હતું. શિલ્પાએ ઘર આંગણે જ ગણેશ વિસર્જન કર્યું હતું જેમાં તેની મમ્મી, સાસુ, બેસ્ટ ફ્રેન્ડ આકાંક્ષા મલ્હોત્રા સહિતના પરિવારજનો જાેવા મળ્યા હતા. ગણેશ વિસર્જન વખતે શિલ્પાના ઘરની બહાર મીડિયાના ફોટોગ્રાફર્સ હાજર રહ્યા હતા. ત્યારે ગણેશ વિસર્જનની અનેક તસવીરો અને વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.

જાેકે, તેમાં સૌથી વધુ ધ્યાન ખેંચનારો વિડીયો શિલ્પાની દોઢ વર્ષની દીકરી સમિષાનો છે. શિલ્પા શેટ્ટીએ ગણેશ વિસર્જન માટે પોતાના બંને બાળકો સાથે મેચિંગ થાય તેવા કપડાં તૈયાર કરાવ્યા હતા. એક જ રંગના અને ફ્લોરલ ડિઝાઈનવાળા કપડાંમાં શિલ્પા, તેનો દીકરો વિઆન અને દીકરી સમિષા જાેવા મળ્યા હતા. ગણેશજીની મૂર્તિ વિસર્જિત કર્યા પછી શિલ્પાએ દીકરીને ગણપતિજીને ‘બાય-બાય’ કહેવાનો ઈશારો કર્યો હતો. ત્યારે સમિષાએ તેમ કર્યું અને પછી ફ્લાઈંગ કિસ આપવા લાગી હતી.

નાનકડી સમિષાની ફ્લાઈંગ કિસ જાેઈને શિલ્પા પણ હસી પડી હતી. જે બાદ તેણે આગળ આવીને બંને બાળકો સાથે ફોટોગ્રાફર્સને પોઝ આપ્યો હતો. શિલ્પા શેટ્ટીએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટમાં પણ બાપ્પાના વિસર્જનનો વિડીયો શેર કર્યો છે. જેમાં તે ભાવપૂર્વક બાપ્પાને પગે લાગતી અને વિસર્જન પહેલા પૂજા કરતી જાેવા મળે છે. છેલ્લે ‘ગણપતિ બાપ્પા મોરિયા’ના નાદ સાથે વિસર્જન કરે છે.

શિલ્પાએ આ વિડીયો શેર કરતાં લખ્યું, “ભારે હૈયે અમે અમારા વહાલા ગન્નુ રાજાને વિદાય આપી છે. અમે આવતા વર્ષે તમારા આગમનની આતુરતાથી રાહ જાેઈ રહ્યા છીએ. પુઢચ્યા વર્ષી લવકર યા. શિલ્પા શેટ્ટીએ અગાઉ ગણેશજીની સ્થાપનાની તસવીરો શેર કરી ત્યારે તેણે જણાવ્યું હતું કે, તેના ઘરે ગણેશજીની પધરામણીનું આ ૧૧મું વર્ષ છે.

શિલ્પાનો પરિવાર હાલ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે તેમ છતાં શિલ્પા મજબૂત બનીને તહેવાર ઉજવી રહી છે. દર વર્ષે ગણેશોત્સવ વખતે શિલ્પાનો પતિ રાજ કુંદ્રા પણ તેની સાથે હોય છે પરંતુ આ વખતે અશ્લીલ ફિલ્મો બનાવાના કેસમાં રાજ જેલમાં બંધ છે ત્યારે એક્ટ્રેસે એકલા હાથે બધું જ કર્યું હતું.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.