શિલ્પાએ માસ્ક ન પહેરનારા ફોટોગ્રાફર્સને ખુબ ખખડાવ્યા
કોરોના વાયરસથી બચાવ માટે જરુરી પગલા ભરવા માટે સ્ટાર અભિનેત્રી શિલ્પા શેટ્ટીનું ફોટોગ્રાફર્સને સૂચન મુંબઈ, કોરોના વાયરસના કારણે જાહેર કરાયેલા લોકડાઉન અને અનલોકની સ્થિતિમાં વેપાર-ધંધાની સાથે બોલિવુડ અને મનોરંજન ઈન્ડસ્ટ્રી પર પણ તેની અસર પડી રહી છે. ચાર મહિનાના બ્રેક પછી હવે ધીરે-ધીરે એન્ટરટેનમેન્ટ ઈન્ડસ્ટ્રી સાથે જાેડાયેલા સેલિબ્સ તેમના ઘરની બહાર નીકળી રહ્યા છે અને નવા કામની કે બાકી રહી ગયેલા કામની શરૂઆત કરી રહ્યા છે.
આ બધાની વચ્ચે કોરોનાના ખતરાથી હજુ મુક્તિ નથી મળી ત્યારે સેલિબ્સ પોતાના ફેન્સને કોરોનાના ખતરાથી બચાવા માટેના સલાહ સૂચનો વીડિયો મેસેજ કે સોશિયલ મીડિયાના માધ્યમથી આપી જ રહ્યા છે. આજ રીતે શિલ્પા શેટ્ટીએ પણ પોતાના ફેન્સ અને તેની આસપાસમાં રહેલા લોકોને માસ્ક પહેરવા માટે કહે છે.
એક વીડિયો સામે આવ્યો છે જેમાં શિલ્પા ફોટોગ્રાફર્સને સલાહ આપી રહી છે, કે જેથી તેમને કોરોનાનો ચેપ લાગવાનો ખતરો ના રહે. શિલ્પા શેટ્ટી સલૂનમાંથી બહાર નીકળે છે ત્યારે તેને જાેઈને ફોટોગ્રાફર્સ ભેગા થઈ જાય છે. આ જાેઈને શિલ્પા તરત જ ફોટોગ્રાફર્સને છૂટી પડવાની સલાહ આપે છે શિલ્પા અહીં લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાની સલાહ આપવાની સાથે એ પણ પૂછવા લાગે છે કે માસ્ક કોણ નથી પહેર્યું ? શિલ્પા સલૂનમાંથી બહાર નીકળે છે કે તરત સલૂનની બહાર ફોટોગ્રાફર્સ એકઠા થઈ જાય છે. આ દરમિયાન શિલ્પાએ માસ્ક અને શિલ્ડ પહેર્યા હોય છે જેમાંથી તે શિલ્ડ ઉતાર્યા બાદ ફોટોગ્રાફર્સની સામે આવે છે અને તેમને કોરોના વાયરસથી બચાવ માટે જરુરી પગલા ભરવા માટે સૂચન કરે છે.
આ સાંભળીને ફોટોગાફર્સ પણ શિલ્પાને જવાબ આપે છે કે, અમે બધાએ માસ્ક પહેર્યા છે. મહત્વનું છે કે, શિલ્પા સહિતના સેલિબ્સ પોતાના ફેન્સને માસ્ક પહેરવા માટે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા માટે વિનંતી કરતા રહે છે કે જેથી જે છૂટછાટો મળી છે તેના કારણે સંકટ વધારે ઉભું ના થાય. અનલોકની સાથે લોકો ઘરની બહાર નીકળવા લાગ્યા છે તે જ રીતે ધીરે-ધીરે મનોરંજન ઈન્ડસ્ટ્રીના કામ પણ શરુ થઈ ગયા છે, આવામાં કેટલાક કલાકારો પણ કોરોનાથી બચી શક્યા નથી. સતત ફેન્સ દ્વારા સેલિબ્સ શું કરી રહ્યા છે ક્યાં જઈ રહ્યા છે તેના પર નજર રાખી રહ્યા છે. આવામાં માસ્ક કે કોરોનાથી બચવા માટેની કોઈ ભૂલ સેલિબ્સ દ્વારા થાય તો ફેન્સ તરત ટકોર કરે છે સાથે આ સેલિબ્સને તેઓ સોશિયલ મીડિયા પર ટ્રોલ પણ કરે છે.