Western Times News

Gujarati News

શિલ્પાના પતિ રાજ કુન્દ્રા ૨૩ જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં

મુંબઈ: સોફ્ટ પોર્નોગ્રાફી કેસમાં કોર્ટે અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ અને બિઝનેસમેન રાજ કુન્દ્રાને ૨૩ જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો છે. જાે કે રાજ કુન્દ્રાએ કોર્ટમાં દાવો કર્યો છે કે તે હોટશોટ એપને એક વોન્ટેડ આરોપી પ્રદીપ પક્ષીને વેચી ચૂક્યો છે. આ બાજુ પોલીસનો પણ દાવો છે કે રાજ કુન્દ્રાએ પોતાના એક સંબંધી સાથે મળીને યુકે બેસ્ડ કંપની બનાવી હતી અને આ કંપની જ પોર્ન ફિલ્મો માટે અનેક એજન્ટ્‌સને કોન્ટ્રાક્ટ આપે છે. ક્રાઈમ બ્રાન્ચના સૂત્રોના જણાવ્યાં મુજબ રાજ કુન્દ્રાએ પોતાના સંબંધી પ્રદીપ પક્ષી સાથે મળીને યુકે બેસ્ડ કેનરિન પ્રોડક્શન હાઉસ નામની એક કંપની બનાવી. પ્રદીપ બક્ષી યુકેમાં જ રહે છે અને કંપનીનો ચેરમેન હોવાની સાથે સાથે કુન્દ્રાનો બિઝનેસ પાર્ટનર પણ છે. સૂત્રોના જણાવ્યાં મુજબ રાજ કુન્દ્રા અપ્રત્યક્ષ રીતે આ કંપનીનો માલિક અને ઈન્વેસ્ટર પણ છે. આ કંપની પોર્ન ફિલ્મો માટે અનેક એજન્ટ્‌સને કોન્ટ્રાક્ટ આપે છે અને ફંડિંગ કરે છે.

ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં એક વોટ્‌સએપ ગ્રુપનો પણ ખુલાસો થયો છે. જેના દ્વારા જ કોન્ટ્રાક્ટને લઈને વાતચીત થતી હતી. આ વોટ્‌સએપ ચેટ ગ્રુપનું નામ  છે અને તેમાં રાજ કુન્દ્રાની સાથે લંડનમાં બેઠેલો પ્રદીપ બક્ષી સહિત ૫ લોકો સામેલ છે. ક્રાઈમ બ્રહાન્ચના હાથમાં આ ગ્રુપમાં થતી ચેટ આવી છે. જેમાં રેવન્યૂ અંગે વાત કરાઈ છે. આ ગ્રુપમાં દરરોજની કમાણી કેટલી થઈ, પોર્નોગ્રાફીમાં કામ કરનારી અભિનેત્રીને કેટલા પૈસા આપવાના છે, બિઝનેસમાં કમાણી ઘટી કે વધી રહી છે, તમામ વાતો થતી હતી. આ ગ્રુપમાં જ માર્કેટિંગ સ્ટ્રેટેજી, સેલ્સમાં થતો વધારો અને અન્ય ડીલ અંગે વાત થતી હતી.

રાજ કુન્દ્રાનો એક્સ પીએ ઉમેશ કામત કેનરિન પ્રોડક્શન હાઉસનો ભારતમાં રિપ્રેઝન્ટેટિવ હતો. અભિનેત્રી ગહેના વશિષ્ઠ અને ઉમેશ કામતને પોર્ન ફિલ્મ બનાવવાનું કામ કેનરિન પ્રોડક્શન હાઉસ તરફથી મળતું હતું. અલગ અલગ પ્રકારની પોર્ન ફિલ્મો બનાવવા માટે એડવાન્સ કેનરિન પ્રોડક્શન હાઉસમાંથી જ મળતું હતું. ત્યારબાદ આ બંને પોર્ન ફિલ્મ તૈયાર કરવામાં લાગી જતા હતા.

પોર્ન ફિલ્મો બન્યા બાદ મેઈલ આઈડી દ્વારા કેનરિન પ્રોડક્શન હાઉસમાં મોકલી દેવાતી હતી. પોર્ન ફિલ્મો મળ્યા બાદ પૈસા સીધા આ લોકોના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેવાતા હતા. કેનરિન કંપની દ્વારા જ પોર્ન ફિલ્મોને સોશિયલ મીડિયા એપ ૐર્ંજર્રં પર અપલોડ કરાતી હતી.

આ પોર્નોગ્રાફી મામલે ઈન્વેસ્ટિગેશન દરમિયાન ક્રાઈમ બ્રાન્ચને એ પણ જાણવા મળ્યું કે કેનરિન પ્રોડક્શન હાઉસ દેશભરમાં આ પ્રકારના અલગ અલગ એજન્ટો દ્વારા પોર્નોગ્રાફીનો કારોબાર કરી રહી છે અને પોર્નોગ્રાફીને ફંડિંગ કરે છે. ૯ સપ્ટેમ્બર, ૧૯૭૫માં લંડનમાં જન્મેલા રાજ કુંદ્રાના પિતા બાલકૃષ્ણ કુંદ્રા પંજાબના લુધિયાણાના હતા. તેઓ લંડન ગયા હતા અને અહીંયા બસ કન્ડક્ટર તરીકે કામ કરતા હતા. રાજની માતા ઉષા રાની કુંદ્રા સોપ આસિસ્ટન્ટનું કામ કરતી હતી. થોડાં વર્ષ બાદ રાજના પિતાએ લંડનમાં રેસ્ટોરાં શરૂ કરી હતી. જ્યારે રાજ ૧૮ વર્ષનો થયો ત્યારે પિતાએ કહ્યું હતું, ‘રેસ્ટોરાંમાં સાથ આપ અથવા પોતાનો બિઝનેસ શરૂ કર.’ પિતાની આ વાતને ગંભીરતાથી લઈને રાજે પોતાનો બિઝનેસ શરૂ કર્યો હતો.

હાઇસ્કૂલ પાસ રાજ પિતાની વાત સાંભળ્યા બાદ પોતાનું નસીબ અજમાવવા નીકળી પડ્યો હતો. તે ઘરેથી થોડાં પૈસા લઈને દુબઈ ગયો હતો. અહીંયા તે હીરાનો વેપાર કરતાં વેપારીઓને મળ્યો અને તેમની સાથે કામ કરવાનું નક્કી કર્યું હતું. જાેકે, અહીંયા કંઈ થયું નહીં અને રાજ દુબઈથી નેપાળ જતો રહ્યો હતો.૧૯૯૪માં રાજ નેપાળ ગયો અને અહીંયા તેણે પશમીના શાલ ખરીદી હતી. આ શાલ રાજે બ્રિટનના જાણીતા બ્રાન્ડેડ સ્ટોરીને વેચી હતી. આ રીતે રાજનો શાલનો બિઝનેસ ચાલવા લાગ્યો હતો. ત્યારબાદ રાજ ફરી એકવાર દુબઈ ગયો હતો.

અહીંયા તેણે અનેક બિઝનેસ કર્યા હતા. રાજ કુંદ્રા ૧૦ કંપનીઓમાં માલિક છે અથવા તો પાર્ટનર છે. લંડન સ્થિત ટ્રેડકોર્પ લિમિટેડનો સીઇઓ છે. રાજ કુંદ્રા ૨૦૦૪માં બ્રિટિશ મેગેઝિન સક્સેસમાં સૌથી અમીર એશિયન બ્રિટિશ લિસ્ટમાં ૧૯૮માં સ્થાને હતા. રાજ કુંદ્રા લંડન સ્થિત ભારતીય મૂળનો મુખ્ય વેપારી છે. રાજ રિયલ એસ્ટેટ, માઇનિંગ, એન્ટરટેઇનમેન્ટ, સ્પોર્ટ્‌સ, સ્ટોક માર્કેટ, ગેમિંગ તથા હોસ્પિટાલિટી સહિતના અનેક બિઝનેસ સાથે જાેડાયેલો છે. રાજ બોલિવૂડ ફિલ્મ તથા સ્પોર્ટ્‌સ ઇવેન્ટમાં રોકાણ કરે છે. રાજ કુંદ્રા તથા અક્ષય કુમારે બેસ્ટ ડીલ ટીવી નામથી એક ચેનલ લૉન્ચ કરી હતી. આ એક હોમ શોપિંગ ચેનલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.