શિલ્પાના પતિ રાજ કુન્દ્રાનો જૂનો વીડિયો વાયરલ થયો
વીડિયોમાં રાજ કુન્દ્રાએ કહ્યું કે મને કોઈને લાંચ આપવી પસંદ નથી, હું લાંચ આપવાનો સખત વિરોધી છું
મુંબઈ, અશ્લીલ ફિલ્મોના કેસમાં રાજ કુન્દ્રાને તારીખ ૨૭ જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. તેની ૧૯ જુલાઈએ પોર્નોગ્રાફી કન્ટેન્ટ બનાવવા અને સ્ટ્રીમિંગમાં સામેલ થવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. રાજ કુન્દ્રા પર એવો પણ આરોપ લગાવાયો હતો કે તેણે ધરપકડથી બચવા માટે પોલીસને લાંચ ઓફર કરી હતી.
એએનઆઈએ કહ્યું કે એજન્સીને ૪ ઈમેઈલ મળ્યા છે, જેમાં આરોપ લગાવાયો છે કે રાજ કુન્દ્રાએ ધરપકડથી બચવા માટે મુંબઈ પોલીસના અધિકારીઓને ૨૫ લાખ રૂપિયાની લાંચ આપી હતી. આ દરમિયાન વર્ષની શરૂઆતનો એક વિડીયો ફરી સામે આવ્યો છે કે જેમાં રાજ કુન્દ્રા લાંચની વિરુદ્ધ હોવાની વાત કરતો જાેવા મળી રહ્યો છે.
આ સાથે જ તે ભારત અને ઈંગ્લેન્ડમાં બિઝનેસ કરવાના અંતરની વાત કરી રહ્યો છે. વિડીયોમાં રાજ કુન્દ્રાએ કહ્યું કે હું ઈંગ્લેન્ડમાં જન્મ્યો અને ત્યાં મારો ઉછેર થયો. હું ખૂબ પૈસા કમાયો. જ્યારે હું પૂરા સન્માન સાથે ભારત આવ્યો ત્યારે છેલ્લા ૧૦ વર્ષથી અહીં રહ્યો. મને કોઈને લાંચ આપવી પસંદ નથી, હું લાંચ આપવાનો સખત વિરોધી છું.
એટલે જ્યારે કોઈ મને કશું પૂછે છે ત્યારે હું પાછળ હટી જાઉં છું અને કહું છું કે સૉરી. આ તમામ રમત સમજતા મને ૭થી ૮ વર્ષ લાગ્યા. હવે બધું સામાન્ય થઈ રહ્યું છે. અહીં નોંધનીય છે કે અશ્લીલ ફિલ્મો (પોર્નોગ્રાફી)ના કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાંચની એક ટીમ શુક્રવારે બપોરે આશરે ૩ઃ૩૦ વાગ્યે શિલ્પા શેટ્ટીના ઘરે પહોંચી છે.
એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ટીમ આ મામલે શિલ્પા શેટ્ટીની કેટલીક જરૂરી પૂછપરછ કરી શકે છે. પરંતુ, હજુ સુધી આ મામલે કોઈ ચોક્કસ જાણકારી સામે આવી રહી નથી. ક્રાઈમ બ્રાંચની ટીમની આ એક્શન રાજ કુન્દ્રાની કસ્ટડી ૨૭ જુલાઈ સુધી વધારવામાં આવ્યા બાદ તરત જાેવા મળી છે.
લગભગ ૧ કલાક પહેલા કિલા કોર્ટે શિલ્પા શેટ્ટીના પતિ અને બિઝનેસમેન રાજ કુન્દ્રાને રાહત નહીં આપતા તેની કસ્ટડી ૪ દિવસ વધારી છે. રાજ કુન્દ્રાની કસ્ટડી શુક્રવાર, ૨૩ જુલાઈએ ખતમ થઈ રહી હતી.