શિલ્પાના મુશ્કેલ સમયમાં સાથે ના રહી શકવાનું શમિતાને દુઃખ
મુંબઇ, બિગ બોસ ૧૫’માં ટોપ-૫માં પહોંચેલી એક્ટ્રેસ શમિતા શેટ્ટી શો પૂરો થયા બાદ પરિવાર સાથે સમય વિતાવી રહી છે. શમિતા ‘બિગ બોસ ૧૫’ના ઘરમાં હતી ત્યારે તેની બહેન શિલ્પા શેટ્ટી સતત તેને સપોર્ટ કરી રહી હતી. શમિતાને જીતાડવા માટે શિલ્પાએ અલગ-અલગ સેલેબ્સ પાસે અપીલ પણ કરાવી હતી.
‘બિગ બોસ ૧૫’ પહેલા શમિતાએ કરણ જાેહરના શો ‘બિગ બોસ ઓટીટી’માં પણ ભાગ લીધો હતો. શમિતા આ શોમાં એવા સમયે ગઈ હતી જ્યારે તેનો પરિવાર મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો હતો. ખાસ કરીને તેની બહેન શિલ્પા માટે સમય અતિશય કપરો હતો કારણકે તેના પતિ રાજ કુંદ્રાની અશ્લીલ ફિલ્મો બનાવાના કેસમાં ધરપકડ થઈ હતી.
હવે ‘બિગ બોસ ૧૫’ના ઘરમાંથી બહાર આવ્યા બાદ પરિવારને મુસબીતમાં એકલો છોડીને જવું કેટલું મુશ્કેલ હતું તે અંગે શમિતાએ વાત કરી છે. એક ઈન્ટરવ્યૂમાં શમિતા શેટ્ટીએ કહ્યું, બિગ બોસની ઓફર મને ખૂબ પહેલા મળી હતી અને જવું કે ના જવું તેનો વિકલ્પ મારી પાસે હતો. મેં શોમાં જવાનું પસંદ કર્યું અને મારા પરિવારે પણ વિચાર્યું કે એ સમયે મારું શોમાં જવું જ યોગ્ય રહેશે કારણકે લોકો મને પણ વિના કારણે ટ્રોલ કરી રહ્યા હતા. મારો કોઈ વાંક ના હોવા છતાં મને ટ્રોલ કરવામાં આવી હતી.
એ ઘટના સાથે મારો કોઈ સંબંધ નહોતો તેમ છતાં લોકોએ મને ટ્રોલ કરી, જે ખોટું હતું. એટલે જ મેં વિચાર્યું કે હું બિગ બોસના ઘરમાં જતી રહું. આ સિવાય મને લાગ્યું કે, કોરોના કાળમાં લોકો કામ વિના ઘરે નવરા બેઠા છે અને મારી પાસે સામે ચાલીને કામ આવ્યું છે તો હું તેનું અપમાન ના કરી શકું. હું પણ કામ કરીને રૂપિયા કમાવવા માગતી હતી એટલે જ મેં ઓફર સ્વીકારી હતી, તેમ શમિતાએ આગળ કહ્યું.
જાેકે, શિલ્પા શેટ્ટી જીવનના મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહી હતી તે સમયે તેની પડખે ના રહી શકવાનું શમિતાને દુઃખ પણ છે. તેણે કહ્યું, “શિલ્પાના જીવનના કપરા સમયમાં હું તેની સાથે ના રહી શકી તેનો અફસોસ છે.
મને યાદ છે કે, હું ‘બિગ બોસ ઓટીટી’માં હતી ત્યારે મને સતત શિલ્પાની ચિંતા થતી હતી અને હું એ ઘરમાં બંધ હોવાથી બહાર શું થઈ રહ્યું છે તેની મને ખબર નહોતી. હું જાણવા માગતી હતી કે શું ચાલી રહ્યું છે કારણકે હું અને શિલ્પા એકબીજાની ખૂબ નજીક છીએ. જાેકે, અમે દરેક મુશ્કેલ પરિસ્થિતિને પાર કરીને તેમાંથી મજબૂત બનીને બહાર આવ્યા છીએ. મને મારી બહેન પર ગર્વ છે.SSS