શિલ્પાની પુત્રીએ પપ્પા રાજ સાથે સંગીતના સૂર મિલાવ્યા
મુંબઈ: શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુંદ્રા સોશિયલ મીડિયા પર મજેદાર વિડીયો પોસ્ટ કરતા રહે છે. આ વખતે તેમને વિડીયો જાેઈને તમે હસ્યા વિના નહીં રહી શકો. આ વિડીયોમાં રાજ કુંદ્રા ગીત ગાઈ રહ્યો છે અને તેની દીકરી સમિષા તેની નકલ ઉતારી રહી છે. આ વિડીયો ખૂજ જ ક્યૂટ છે.
૨૦ મિનિટમાં જ આ વિડીયોમાં ૧ લાખથી વધારે વખત ફેન્સ દ્વારા જાેવાઈ ચૂક્યો છે. રાજ કુંદ્રાએ આ વિડીયો પોસ્ટ કર્યો છે, જેને શિલ્પા શેટ્ટીએ ઈન્સ્ટાગ્રામ પર રીશેર કર્યો છે. વિડીયો સાથે જ શિલ્પાએ કેપ્શન આપ્યું છે, ચિંતા ઓછી કરો, ગીત વધારે ગાઓ. સમિષા શેટ્ટી કુંદ્રાનું કહેવું છે કે રાજ કુંદ્રા તમારે ગાવાનું બંધ કરી દેવું જાેઈએ.
શિલ્પા શેટ્ટીએ સરોગસીથી સમિષાને જન્મ આપ્યો છે. તે પોતાની પ્રેગ્નેન્સી સાથે જાેડાયેલી કોમ્પ્લિકેશન્સ વિશે પણ ઈન્ટરવ્યૂમાં જણાવી ચૂકી છે. તેણે લાંબા સમય સુધી દીકરીનો ચહેરો મીડિયાથી છુપાવી રાખ્યો તો. પરંતુ એક દિવસે અચાનક તેની દીકરીની તસવીરો પપરાજીએ કેમેરામાં કેદ કરી લીધી.
શિલ્પા ડોટર્સ ડેથી લઈને દિવાળી સુધી તમામ સેલિબ્રેશનમાં દીકરી પર વહાલ વરસાવતી જાેવા મળે છે. શિલ્પાએ આ દિવાળી પર લક્ષ્મીજીની સાથે દીકરીની પણ પૂજા કરી હતી. ઉલ્લેખનીય છે કે બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી પોતાના પરિવાર સાથે રજાઓ માણવા માટે ગોવા પહોંચી ગઈ છે.
શિલ્પાએ સોશિયલ મીડિયા પર નાની બહેન અને એક્ટ્રેસ શમિતા શેટ્ટી સાથે એત બૂમરૈંગ શેર કર્યં છે, જેમાં બંને ફ્લાઈટમાં ચડવા માટે તૈયાર છે અને ખૂબ જ એક્સાઈટેડ દેખાઈ રહી હતી. જ્યારે શિલ્પાના પતિ રાજ કુંદ્રાએ પણ એક તસવીર શેર કરી છે, જેમાં સમગ્ર પરિવાર સાથે નજર આવી રહ્યો હતો.
આ ફેમિલી ફોટોમાં શિલ્પાની કરી સમીશા શેટ્ટી કુંદ્રા પણ હતો અને જે પોતાના પિતા રાજ કુંદ્રાને જાેઈને હસી રહી હતી તે ખૂબ જ ક્યૂટ લાગી રહી હતી. આ ફોટો શેર કરીને રાજ કુંદ્રાએ લખ્યું, ‘જ્યારે દીકરી પિતા તરફ જુએ છે, જે આ દુનિયા બહારના દેખાય છે.