શિલ્પાનું ફેવરિટ સોન્ગ વક્તને કિયા ક્યા હસીન સિતમ છે

મુંબઈ, પોર્નોગ્રાફી કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાંચ દ્વારા પતિ રાજ કુંદ્રાની ધરપકડ થયા બાદ શિલ્પા શિટ્ટી સતત ન્યૂઝમાં છવાયેલી રહી હતી. એક્ટ્રેસે તે કપરા સમય દરમિયાન લોકોને તેના પરિવાર તેમજ તેની પ્રાઈવસીનું માન જાળવવા માટેની ખાસ વિનંતી કરી હતી. તેણે સોશિયલ મીડિયા પર લાંબી પોસ્ટ શેર કરીને પોતાની વાત રાખી હતી.
શિલ્પા શેટ્ટીએ તે સમયનો મજબૂત બનીને સામનો કર્યો હતો અને બંને બાળકોને સાચવ્યા હતા. શિલ્પા શેટ્ટી ગુરુવારે એક જાહેરાતનું શૂટિંગ કરવા માટે પહોંચી હતી. આ દરમિયાનના ફ્રી સમયમાં તેણે ફેન્સ સાથે ઈન્સ્ટાગ્રામ પર ‘આસ્ક મી’ સેશન યોજ્યું હતું. જેમાં તેણે ફેન્સે પૂછેલા કેટલાક સવાલના જવાબ આપ્યા હતા. એક ફેને શિલ્પા શેટ્ટીને તેના ફેવરિટ સોન્ગ વિશે પૂછ્યું હતું. જવાબ આપતા એક્ટ્રેસે તેનું ફેવરિટ સોન્ગ કાગઝ કે ફૂલનું વક્તને કિયા ક્યા હસીન સિતમ હોવાનો ખુલાસો કર્યો હતો. જેને સિંગર ગીતા દત્તે અવાજ આપ્યો હતો.
ગીતના શબ્દો વર્તમાન સ્થિતિમાં એક્ટ્રેસના અંગત જીવનમાં જે કંઈ ચાલી રહ્યું છે તેની સાથે સંપૂર્ણ રીતે મેળ ખાય છે. ઉલ્લેખનીય છે કે, પોર્ન ફિલ્મો બનાવવા અને તેને એપ પર લોન્ચ કરવાના મામલે ૧૯મી જુલાઈએ રાજ કુંદ્રાની ધરપકડ કરવામાં આવી હતી. તેને બે મહિના સુધી આર્થર રોડ જેલમાં રાખવામાં આવ્યો હતો અને ૨૧મી સપ્ટેમ્બરે તેને જામીન પર મુક્ત કરાયો હતો.
કેસ પહેલા શિલ્પા શેટ્ટી ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર રાજ કુંદ્રા સાથેની ઘણી તસવીર શેર કરતી હતી પરંતુ જામીન પર બહાર આવ્યા બાદ એક પણ નવી તસવીર સામે આવી નથી. શિલ્પા શેટ્ટી કરવા ચોથની ઉજવણી માટે પણ અલીબાગ જતી રહી હતી. તે દર વર્ષે કરવા ચોથ પર રાજ કુંદ્રા સાથેની તસવીરો અને વીડિયો શેર કરતી હતી.
જાે કે, આ વખતે તેણે આમ કરવાનું ટાળ્યું હતું અને માત્ર બેસ્ટ ફ્રેન્ડ સાથેની એક તસવીર શેર કરી હતી. વર્ક ફ્રંટની વાત કરીએ તો, શિલ્પા શેટ્ટી છેલ્લે પરેશ રાવલ, મિઝાન અને પ્રણિતા સુભાષ સાથે ‘હંગામા ૨’માં જાેવા મળી હતી. હવે તે સબ્બિર ખાનની ‘નિકમ્મા’માં જાેવા મળશે. મેકર્સે હજી સુધી તેની રિલીઝ ડેટ જાહેર કરી નથી.SSS