શિલ્પાને ક્લીન ચિટ આપી નથીઃ મુંબઈ પોલીસની સ્પષ્ટતા
મુંબઈ: અત્રેના પોલીસ વિભાગની ક્રાઈમ બ્રાન્ચે આજે સ્પષ્ટતા કરી છે કે રાજ કુન્દ્રા પોર્નોગ્રાફી કૌભાંડ કેસમાં આ બિઝનેસમેનની અભિનેત્રી પત્ની શિલ્પા શેટ્ટીને હજી સુધી ક્લીન ચિટ આપવામાં આવી નથી. આ કેસમાં કુન્દ્રા મુખ્ય આરોપી છે. આ કેસમાં સંડોવાયેલા લોકોના તમામ બેન્ક એકાઉન્ટ્સના સોદાઓની તપાસ કરવા માટે ફોરેન્સિક ઓડિટર્સની નિમણૂક કરવામાં આવી છે.
અધિકારીઓએ કહ્યું છે કે શિલ્પા શેટ્ટીને હજી સુધી કલીન ચિટ આપવામાં આવી નથી. તમામ શક્યતાઓ અને તમામ બાજુઓની તપાસ કરવામાં આવી રહી છે. ફોરેન્સિક ઓડિટર્સ આ કેસમાં સંડોવાયેલા લોકોના તમામ બેન્ક સોદાઓની તપાસ કરી રહ્યા છે. આ લાંબી પ્રક્રિયા હોય છે એટલે ઓડિટ પૂરું થતા વાર લાગશે. તેથી હજી સુધી કોઈને પણ ક્લીન ચિટ અપાઈ નથી.