Western Times News

Gujarati News

શિલ્પા શેટ્ટીના પાલતુ શ્વાન પ્રિન્સેસનું નિધન થતાં દુઃખી થઈ

મુંબઇ, શિલ્પા શેટ્ટીએ હાલમાં જ અલીબાગમાં પતિ રાજ કુંદ્રા, શમિતા શેટ્ટી, રાકેશ બાપટ અને ફ્રેન્ડ અનિષા મલ્હોત્રા સાથે વેલેન્ટાઈન્સ ડેનું સેલિબ્રેશન કર્યું હતું. પરિવારે ત્યાં જ તેમની લાડકી દીકરી સમિષાનો બીજાે બર્થ ડે પણ મનાવ્યો હતો. ડબલ સેલિબ્રેશન કરીને પરિવાર ખૂબ જ ખુશ હતો પરંતુ આ બધાની વચ્ચે તેમને દુઃખદ સમાચાર મળ્યા હતા. શિલ્પા શેટ્ટીનો પાલતુ શ્વાન પ્રત્યેનો પ્રેમ જાણીતો છે.

દીકરા વિયાનના ગત બર્થ ડે પર પણ શિલ્પા શેટ્ટી અને પતિ રાજ કુંદ્રાએ તેને ટ્રફલ નામનું નાનકડું શ્વાન ગિફ્ટમાં આપ્યું હતું. તેમની પાસે પહેલાથી જ પ્રિન્સેસ’ નામનું પણ એક શ્વાન હતું, જે હવે આ દુનિયામાં રહ્યું નથી. પ્રિન્સેસ’નું નિધન થતાં શિલ્પા શેટ્ટી ઉદાસ થઈ છે. તેણે તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર શ્વાન ‘પ્રિન્સેસ’નો એક વીડિયો શેર કર્યો છે.

શિલ્પા શેટ્ટીએ શ્વાન પ્રિન્સીનો વીડિયો શેર કરીને લખ્યું છે, મારું પહેલું બાળક મારી પ્રિન્સેસ શેટ્ટી કુંદ્રા મેઘધનુષ્યના બ્રિજને ઓળંગી ગઈ છે. આભાર અમારા જીવનમાં આવવા માટે અને છેલ્લા ૧૨ વર્ષથી શ્રેષ્ઠ યાદો આપવા માટે તું તારી સાથે મારા દિલનો એક ટુકડો લઈને ગઈ છે. તું તારી પાછળ જે શૂન્યવકાશ મૂકીને ગઈ છે તેને કોઈ ભરી શકશે નહીં. મમ્મી, પપ્પા, વિયાન-રાજ અને સમિષા હંમેશા તને મિસ કરશે.

તારી આત્માને શાંતિ મળે, મારી ડાર્લિંગ પ્રિન્સી’. શિલ્પા શેટ્ટીની પોસ્ટ પર બહેન શમિતા શેટ્ટીએ પણ કોમેન્ટ કરી છે અને લખ્યું છે ‘આપણી નાનકડી પ્રિન્સેસની આત્માને શાંતિ મળે. શિલ્પા શેટ્ટીની વાત કરીએ તો, તે હજી પણ પરિવારના સભ્યો સાથે અલીબાગમાં છે.

રવિવારે તે તમામ સાથે ત્યાં ગઈ હતી. મંગળવારે સૌએ સાથે મળીને ‘ટેડી’ થીમ પર સમિષાનો જન્મદિવસ મનાવ્યો હતો. તેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયા હતા. વર્ક ફ્રંટની વાત કરીએ તો, શિલ્પા શેટ્ટી હાલ રિયાલિટી શો ઈન્ડિયાસ ગોટ ટેલેન્ટ જજ કરી રહી છે. જેમાં કિરણ ખેર, બાદશાહ અને મનોજ મુંતશીર કો-જજ છે. છેલ્લે તે ફિલ્મ ‘હંગામા ૨’માં જાેવા મળી હતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.