શિલ્પા પોતાની માતાની સાથે સાથે સાસુની પણ ઘણી ક્લોઝ
મુંબઈ: ડાન્સિંગ રિયાલિટી શો સુપર ડાન્સર ચેપ્ટર ૪ના લેટેસ્ટ એપિસોડમાં શિલ્પા શેટ્ટીએ તેની સાસુને લઈને એક રસપ્રદ ખુલાસો કર્યો હતો. શોમાં હંમેશા ક્લાસિકલ ડાન્સ ફોર્મ પર પર્ફોર્મન્સ આપનારી પ્રતીતિ અને તેની સુપર ગુરુ શ્વેતા વોરિયરે આ વખતે એક પંજાબી સોન્ગ પર શાનદાર ડાન્સ કર્યો હતો. તે બંનેનું પર્ફોર્મન્સ જાેઈને શિલ્પા શેટ્ટી ઈમ્પ્રેસ થઈ ગઈ હતી. બંનેના પર્ફોર્મન્સ પર કોમેન્ટ કરતાં શિલ્પા શેટ્ટીએ કહ્યું કે, તમારા બંનેનું પર્ફોર્મન્સ જાેઈને મારા સાસુ સૌથી વધારે ખુશ થશે. શિલ્પા શેટ્ટીએ તેના સાસુના ખુશ થવા પાછળનું કારણ સ્પષ્ટ કરતાં કહ્યું કે, ‘તેઓ હંમેશા ફરિયાદ કરતા રહે છે કે, મારા પગમાં દુઃખે છે. સાંધામાં દુખાવો છે.
પરંતુ જ્યારે પંજાબી મ્યૂઝિક શરુ થાય છે ત્યારે તેઓ તરત પોતાનો દુખાવો ભૂલી જાય છે. ઉલ્લેખનીય છે કે, શિલ્પા શેટ્ટી પોતાની માતાની સાથે-સાથે સાસુની પણ ઘણી ક્લોઝ છે. શિલ્પા શેટ્ટીની જેમ તેના સાસુ પણ ફિટનેસ ફ્રિક છે. અગાઉ એક્ટ્રેસે તેના સાસુ એક્સર્સાઈઝ કરતાં હોય તેવો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો અને લખ્યું હતું કે, ‘મારા ૬૮ વર્ષના સાસુ વર્ક આઉટ કરી રહ્યા છે અને મને તેમનાથી પ્રેરણા મળે છે…આ પ્રોત્સાહન પૂરુ પાડનારું છે. તેઓ ડાયાબિટીસના દર્દી છે, તેમ છતાં ચાલવા માટેનો સમય કાઢી લે છે. તેઓ યોગાસન પણ કરે છે. તેમણે જે અનુશાસન જાળવી રાખ્યું છે
તેને હું આદર આપુ છું. તેઓ અમને બધાને પ્રેરણા આપતા રહે છે. હાલમાં જ શિલ્પા શેટ્ટીનો આખો પરિવાર કોરોનાની ઝપેટમાં આવ્યો હતો. જેમાં તેના બે ઈન-હાઉસ સ્ટાફ, સાસુ-સસરા, તેની મમ્મી, દીકરો વિઆન, દીકરી સમિશા તેમજ પતિ રાજ કુંદ્રાનો સમાવેશ થતો હતો. આ મુશ્કેલ સમયમાં એક્ટ્રેસે સુપર ડાન્સરમાંથી બ્રેક લઈને પરિવારની સાથે રહેવાનો ર્નિણય લીધો હતો. સુપર ડાન્સર ચેપ્ટર ૪ના લેટેસ્ટ એપિસોડમાં ગોવિંદા અને નીલમ મહેમાન બનીને પહોંચ્યા હતા.
તેઓ ૩૦ વર્ષ બાદ સાથે સ્ક્રીન પર જાેવા મળ્યા હતા. આ દરમિયાન ગોવિંદાએ કહ્યું હતું કે, નીલમ સાથે કેટલીક સુપરહિટ ફિલ્મો આપ્યા બાદ તેમણે જૂહી ચાવલા સાથે કેટલીક હિટ ફિલ્મો આપી હતી. બાદમાં કરીશ્મા કપૂર સાથે પણ ફિલ્મ કરી હતી. બાદમાં તેમણે એક હીરોઈન સાથે બેક ટુ બેક ૬ ફિલ્મ સાઈન કરી હતી અને તમામ ફ્લોપ ગઈ હતી. તે હીરોઈન બીજી કોઈ નહીં પરંતુ શિલ્પા શેટ્ટી હતી.