Western Times News

Gujarati News

શિલ્પા શેટ્ટીની પણ પૌરી થઈ રહી છે, રાજે વીડિયો શેર કર્યો

આ દિવસોમાં આખા દેશમાં ટ્રેન્ડ થઈ રહ્યો છે. જેને પણ જુઓ તે તેના પર કોઈ ફની વિડીયો બનાવે છે. સ્ટાર્સથી લઈને સામાન્ય નાગરિકો પાર્ટી કરતા નથી, માત્ર તેઓ પૌરી કરતા જાેવા મળી રહ્યા છે. હવે બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી પણ પૌરી મોડમાં જાેવા મળી રહી છે. એક્ટ્રેસ હોલિડે એન્જાેય કરી રહી છે. તાજેતરમાં જ તેના પતિ રાજ કુંદ્રાએ એક રમૂજી વિડીયો શેર કર્યો છે જેમાં તે મિત્રો સાથે મસ્તી કરતી જાેવા મળી રહ્યા છે. રાજ કુંદ્રાએ ઇન્સ્ટાગ્રામ પર બ્રેકફાસ્ટ દરમિયાનનો વિડીયો શેર કર્યો હતો અને લખ્યું હતું કે પૌરી થઈ રહી છે. વિડીયોમાં, તેઓ કહી રહ્યાં છે –

આ અમારો બ્રેકફાસ્ટ છે, આ અમારો મત છે, અને આ અમારી પાર્ટી થઈ રહી છે. વિડીયોમાં જાેઇ શકાય છે કે આ કપલ તેમના મિત્રો સાથે બેસીને નાસ્તાની મજા લેતા જાેવા મળે છે. તમને જણાવી દઈએ કે આ સમયે દંપતી માલદીવમાં છે. રાજ કુંદ્રા અને શિલ્પા શેટ્ટીના આ વર્ઝનને ફેન્સ પણ પસંદ કરી રહ્યા છે. પાકિસ્તાની યુવતિ દાનનીર મોબીને આ ટ્રેન્ડ શરૂ કર્યો હતો

જે હવે આખા ભારત સહિત અનેક જગ્યાએ વાયરલ થઈ રહ્યો છે અને લોકો ખૂબ મસ્તી કરીને તેમનું વર્ઝન બનાવી રહ્યા છે. આ સિવાય ખુદ શિલ્પા શેટ્ટીએ એક વિડીયો શેર કર્યો છે જેમાં તે એક સુંદર રજા એટલે શું તે કહેતી નજરે પડે છે. તેણે તેની તસવીર વ્હાઇટ પ્રિન્ટેડ આઉટફિટમાં શેર કરી છે જેમાં તે મંત્રમુગ્ધ દેખાઈ રહી છે. તેણે તસવીર સાથે કેપ્શનમાં લખ્યું- રજા આવી હોવી જાેઈએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.