શિલ્પા શેટ્ટીની મંદિરના સાધુ સાથેની તસવીર વાયરલ થઈ

બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અવારનવાર ચર્ચામાં રહે છે. ભલે તે ફિલ્મી દુનિયામાં બહુ સક્રિય નથી, પરંતુ સોશિયલ મીડિયા પર તેની હાજરી સતત રહે છે. પરંતુ આ વિખ્યાત અભિનેત્રી સાથે ઘણા વિવાદો પણ જાેડાયેલા છે. તેનો એક ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો, જેમાં તે એક સાધુ સાથે જાેવા મળી હતી.
વર્ષ ૨૦૦૯માં ઓરિસ્સાના સખીગોપાલ મંદિરના સાધુએ શિલ્પા શેટ્ટીના ગાલ પર ચુંબન કર્યું હતું. આ ફોટો સામે આવતા જ ભારે હોબાળો મચી ગયો હતો. બાદમાં આ અંગે સ્પષ્ટતા આપતા શિલ્પાએ કહ્યું કે – તે સાધુ મારા પિતાની ઉંમરના છે. શું પિતા પોતાની પુત્રીના ગાલ પર ચુંબન કરી શકતા નથી?
જાેકે, આજ સુધી આ તસવીર માટે તેને ટ્રોલ કરવામાં આવી છે. શિલ્પા શેટ્ટી તાજેતરમાં તેના નવા હેરકટને લઈને ચર્ચામાં આવી હતી. આ અંગે તેમણે એક વીડિયો પણ પોસ્ટ કર્યો હતો. આ વીડિયોની શરૂઆતમાં તે તેના વાળ બાંધતી જાેવા મળી રહી છે.
માથાના પાછળના ભાગમાં વાળના તળિયે કરવામાં આવેલ આ કટીંગ અનન્ય અને અલગ છે. વીડિયોના કેપ્શનમાં શિલ્પાએ લખ્યું, તમે દરરોજ જાેખમ લીધા વગર અને તમારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળ્યા વગર જીવી શકતા નથીઃ તે અન્ડરકટ બઝ કટ (જે ઘણી હિંમત લે છે, હું જૂઠું બોલીશ નહીં)
અથવા મારી નવી એરોબિક કસરત. શિલ્પા શેટ્ટીએ વાળ કાપવાનો વીડિયો પણ શેર કર્યો છે. વીડિયોમાં જાેઈ શકાય છે કે કેવી રીતે તે એક ઝટકામાં તેના માથાના નીચેના ભાગમાં વાળ કાપી નાખે છે. તેને શેર કરતા તે લખે છે, ‘ આ કરતી વખતે વાહિદ મારા કરતા વધારે ડરી ગયો હતો.