શિલ્પા શેટ્ટીની માતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી
મુંબઇ: અભિનેત્રી શિલ્પા શેટ્ટીની માતા સુનંદા શેટ્ટીએ એક વ્યક્તિની વિરૂધ્ધ છેંતરપીડીની ફરિયાદ નોંધાવી છે.જુહૂ પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ સુધાકર ધારે નામના વ્યક્તિની વિરૂધ્ધ રાયગઢ જીલ્લાના કર્જત વિસ્તારમાં જમીનથી જાેડાયેલ વિવાદને લઇ કરાવી છે પોલીસે મામલો દાખલ કરી તપાસ શરૂ કરી છે.
ફરિયાદ અનુસાર સુનંદાએ પોલીસને કહ્યું કે તેમણે ૨૦૧૯થી ફેબ્રુઆરી ૨૦૨૦ની વચ્ચે સુધાકર નામના વ્યક્તિથી કર્જતથી એક જમીનનો સોદો કરાવ્યો હતો તે સમયે તે જમીન તેની છે તેમ બતાવી તેણે નકલી દસ્તાવેજના સહારે મને તે જમીન વેચી મેં તેના માટે ૧ કરોડ ૬૦ લાખની કીમત આપી હતી એ વાતની માહિતી જયારે મને મળી તો મેં તે બાબતમાં સુધાકરથી વાત કરી પરંતુ તેણ કહ્યું કે તે એક રાજકીય પાર્ટીના નેતાની નજીકનો છે.મારૂ કાંઇ કોઇ બગાડી શકે તેમ નથી પોલીસે ફરિયાદના આધારે હાલમાં તપાસ શરૂ કરી દીધુ છે.