શિલ્પા શેટ્ટી દીકરાના કારણે ઈન્ડિયન પોલીસ ફોર્સમાં કામ કરવા તૈયાર થઈ
મુંબઈ, શિલ્પા શેટ્ટી, જે છેલ્લે ફિલ્મ નિકમ્મામાં જાેવા મળી હતી, તે રોહિત શેટ્ટીની વેબ સીરિઝ ‘ઈન્ડિયન પોલીસ ફોર્સ’થી ઓટીટી પ્લેટફોર્મ પર ડેબ્યૂ કરવાની છે.
ફિલ્મમાં તેની સાથે સિદ્ધાર્થ મલ્હોત્રા અને વિવેક ઓબેરોય પણ મહત્વના રોલમાં છે. એક્ટ્રેસે હાલમાં ખુલાસો કર્યો હતો કે, તેના દીકરા વિઆને આ પ્રોજેક્ટ સાથે જાેડાવા માટે તેને સમજાવી હતી અને તેના કારણે જ તે આ વેબ સીરિઝ કરવા માટે તૈયાર થઈ હતી. એક ઈન્ટરવ્યૂમાં તેણે કહ્યું હતું કે, તેનો દીકરો રોહિત શેટ્ટીની ફિલ્મોનો ફેન છે અને શો માટે તે તેના કરતાં વધારે ઉત્સાહિત છે.
તેણે કહ્યું હતું કે, ‘રોહિત શેટ્ટીએ મને રોલ ઓફર કર્યો હોવાનું મેં મારા દીકરાને જણાવ્યું હતું અને તે ખુશીથી ઉછળી પડ્યો હતો. તેણે મને કહ્યું હતું ‘મમ્મા તમારે આ મારા માટે કરવું પડશે’. તેના ચહેરા પરના ઉત્સાહને જાેઈને હું પણ ખુશ થઈ હતી. તે રોહિતનો મોટો ફેન છે. હું હંમેશા રોહિતને કહું છું કે, આ હું મારા દીકરા માટે કરી રહી છું’. શિલ્પા શેટ્ટીને જ્યારે ‘ઈન્ડિયન પોલીસ ફોર્સ’ની ઓફર મળી ત્યારે તેને તેની સાથે કોઈ મજાક કરી રહ્યું હોય તેમ લાગતું હતું.
‘રોહિત મારો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યો છે અને તેના પ્રોજેક્ટમાં હું ભૂમિકા ભજવું તેમ ઈચ્છે છે તેની જાણ મને કોઈના દ્વારા થઈ હતી. મને તેઓ મજાક કરી રહ્યા હોવાનું લાગ્યું હતું. જ્યારે તેણે મારી સાથે વાત કરી ત્યારે મેં તેને વિચારવા દેવા માટે કહ્યું હતું. ત્યારબાદ હા કહી હતી’ આ સીરિઝ રોહિત શેટ્ટીની કોપ યુનિવર્સ પર આધારિત બ્લોકબસ્ટર ફિલ્મ સિંઘમ, સિંઘમ ૨, સિમ્બા અને સૂર્યવંશીનો ભાગ છે.
સીરિઝ દેશભરના પોલીસ અધિકારીઓની નિઃસ્વાર્થ સેવા, બિનશરતી પ્રતિબદ્ધતા અને દેશભક્તિ પર આધારિત હોવાનું કહેવામાં આવી રહ્યું છે. માત્ર શિલ્પા શેટ્ટી જ નહીં સિદ્ધાર્થ મલ્હોત્રા પણ વેબ સીરિઝ થકી ઓટીટી પર ડેબ્યૂ કરશે. શિલ્પા શેટ્ટી છેલ્લે ફિલ્મ ‘નિકમ્મા’માં અભિમન્યુ દાસાની અને શર્લી સેટિયા સાથે જાેવા મળી હતી. ફિલ્મ બોક્સઓફિસ પર કંઈ કમાલ કરી શકી નથી અને સ્થિતિ એવી છે કે દર્શકો મળવા પણ મુ્શ્કેલ થઈ ગયા છે.
આ સિવાય તે રિયાલિટી શો ‘ઈન્ડિયાસ ગોટ ટેલેન્ટ’માં પણ જજ તરીકે દેખાઈ હતી. જેમાં તેની સાથે કિરણ ખેર, મનોજ મુંતશિર અને બાદશાહ હતા. એક્ટ્રેસ પાસે હાલ ફિલ્મ ‘સુખી’ છે.SS1MS