શિલ્પા શેટ્ટી સાથે સતત થતી હતી શમિતાની સરખામણી
મુંબઈ, બિગ બોસ ૧૫નું ૩૦ જાન્યુઆરીએ ગ્રાન્ડ ફિનાલે યોજાયું હતું. ‘બિગ બોસ ૧૫’ના ઘરમાં છેક સુધી ટકી રહેનારા કન્ટેસ્ટન્ટ્સમાંથી એક શમિતા શેટ્ટી હતી. બિગ બોસ ૧૫’ના ગ્રાન્ડ ફિનાલેમાં શમિતા શેટ્ટીમાં હતી. શમિતા શો ભલે ના જીતી શકી હોય પરંતુ તેને દર્શકોનો અપાર પ્રેમ અને સપોર્ટ મળ્યો હતો.
જાેકે, શમિતાનું કહેવું છે કે, ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તેની સફર આસાન નહોતી રહી. તેની સરખામણી હંમેશા મોટી બહેન શિલ્પા શેટ્ટી સાથે થતી હતી. જાેકે, શમિતાનું કહેવું છે કે, બિગ બોસ ૧૫ના ઘરમાં આવીને તે પોતાની અલગ ઓળખ ઊભી કરવામાં સફળ રહી છે.
શમિતાએ બહેન શિલ્પા શેટ્ટીના પડછાયામાં રહેવા અને તે ફિલ્મી પરિવારમાંથી આવતી હોવાથી તેને બધું સરળતાથી મળી ગયું હશે તેવા લોકોના અભિપ્રાયનો સામનો કરવા અંગે વાત કરી છે. બિગ બોસ ૧૫’ દરમિયાન સતત તેના પર અંગત વાતોની લઈને શાબ્દિક પ્રહારો થતાં રહ્યા હતા. આ અંગે વાત કરતાં તેણે કહ્યું, “હું ખુશ છું કે હું અસલમાં કેવી છું તે બતાવવાની લોકોએ મને તક આપી.
મને ખુશી છે કે તેમણે મને છેક સુધી રાખી અને ગેમ મારી રીતે રમવા દીધી. ઘણાં લોકો છે જે નથી સમજતાં કે ઈન્ડસ્ટ્રીમાં મારા માટે સમય કેટલો મુશ્કેલ રહ્યો હતો. તેઓ એવું જ માને છે કે હું સરળતાથી ઈન્ડસ્ટ્રીમાં આવી શકી કારણકે મારા પરિવારમાંથી કોઈ તેમાં છે.
પરંતુ તેઓ નથી સમજતાં કે કોઈના ભાઈ-બહેન માટે ઈન્ડસ્ટ્રીમાં કાઠું કાઢવું કેટલું મુશ્કેલ હોય છે. ખાસ કરીને એવા સમયે જ્યારે સતત તમારી તુલના થતી હોય અને તમારી પાસેથી વધુ અપેક્ષા રાખવામાં આવે. મેં પણ ખૂબ સ્ટ્રગલ કરી છે અને મારી બહેન શિલ્પા મારી સ્ટ્રગલની સાક્ષી છે.
હું ખુશ છું કે આ મંચ પર મને મારી ખરી ઓળખ બતાવવાની તક મળી. હું મારા મૂલ્યો, સિદ્ધાંતો પર ખરી ઉતરી શકી, હું ખરેખર જેવી છું તેવી રહી શકી અને ગેમ માટે મારી જાતને બદલવી ના પડી. શમિતાના અંગત જીવનને લઈને શોમાં શાબ્દિક પ્રહારો થયા હતા.
આ વિશે તેણે કહ્યું, “ઘરમાં કેટલીય ક્ષણ એવી હતી જ્યાં હું સાવ ભાંગી પડી હતી. મારા વિશે જે બોલાતું હતું તે પચાવવું સરળ નહોતું. એ વાતોની અસર ખૂબ ખરાબ થઈ હતી. પરંતુ હું મારી જાતને સંભાળી શકી અને મજબૂત બની તે વાતનો મને ગર્વ છે.
મેં મારી જર્ની ચાલુ રાખી અને અંત સુધી પહોંચી તેની ખુશી છે. એવાં ઘણાં લોકો હતા જે પહેલાથી જ મારા અંગેનો એક અભિપ્રાય બાંધીને આવ્યા હતા અને તેમણે મને જાણી ત્યારે તેમના મારા વિશેના વિચારો બદલાયા હતા. મને ખુશી છે કે આમ થયું.SSS