Western Times News

Gujarati News

શિલ્પા ૧૦ મહિનાની પુત્રી સાથે વેકેશન પર ગોવા પહોંચી

મુંબઈ: બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી પોતાના પરિવાર સાથે રજાઓ માણવા માટે ગોવા પહોંચી ગઈ છે. શિલ્પાએ સોશિયલ મીડિયા પર નાની બહેન અને એક્ટ્રેસ શમિતા શેટ્ટી સાથે એત બૂમરૈંગ શેર કર્યો છે, જેમાં બંને ફ્લાઈટમાં ચડવા માટે તૈયાર છે અને ખૂબ જ એક્સાઈટેડ દેખાઈ રહી છે.

જ્યારે શિલ્પાના પતિ રાજ કુંદ્રાએ પણ એક તસવીર શેર કરી છે, જેમાં સમગ્ર પરિવાર સાથે નજર આવી રહ્યો છે. આ ફેમિલી ફોટોમાં શિલ્પાની દીકરી સમીશા શેટ્ટી કુંદ્રા પણ દેખાય છે અને જે પોતાના પિતા રાજ કુંદ્રાને જાેઈને હસી રહી છે તે ખૂબ જ ક્યૂટ લાગી રહી છે. આ ફોટો શેર કરીને રાજ કુંદ્રાએ લખ્યું,

જ્યારે દીકરી પિતા તરફ જુએ છે, જે આ દુનિયા બહારના દેખાય છે. વર્ષ ૨૦૨૦નું પહેલું વેકેશન. ઉલ્લેખનીય છે કે જન્મ બાદથી સમીશાનું આ પહેલું વેકેશન છે, તેનો જન્મ આ જ વર્ષે ૧૫ ફેબ્રુઆરીએ સરોગેસીથી થયો હતો. રાજ કુંદ્રાએ જે ફોટો શેર કર્યો છે તેમાં તેના અને સમીશા ઉપરાંત શિલ્પા શેટ્ટી, દીકરો વિયાન, શમિતા શેટ્ટી, તેમના પેરેન્ટ્‌સ અને શિલ્પા શેટ્ટીની માતા દેખાઈ રહી છે. સ્પષ્ટ છે કે આ વર્ષની પહેલી ફેમિલી ટ્રિપને લઈને સૌ કોઈ એક્સાઈટેડ છે.

વર્કફ્રન્ટની વાત કરીએ તો લાંબા સમયથી ફિલ્મી પડદાથી દૂર શિલ્પા શેટ્ટી જલ્દી જ કમબેક કરવા જઈ રહી છે. તે આગામી વર્ષે બે ફિલ્મોમાં જાેવા મળશે, જેમાં ડાયરેક્ટર પ્રિયદર્શનની હંગામા ૨ અને શબ્બીર ખાનની નિકમ્મા શામેલ છે. હંગામા ૨ના શૂટિંગ માટે આ વર્ષે ઓક્ટોબર મહિનામાં શિલ્પા મનાલી પહોંચી હતી, આ દરમિયાન તેના ઘણા વિડીયો અને તસવીરો સામે આવ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.