શિવપાલ યુપીમાં ઓવૈસીની પાર્ટી સાથે ગઠબંધન કરી શકે છે

લખનૌ, શિવપાલ યાદવે યુપી વિધાનસભા ચુંટણીમાં અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી અને પૂર્વ મંત્રી ઓમપ્રકાશ રાજભરની સાથે ગઠબંધનનો સંકેત આપ્યો છે પ્રગતિશીલ સમાજવાદી પાર્ટીના વડા શિવપાલ યાદવે સપામાં વિલયનો ઇન્કાર કરતા કહ્યું કે એક બેઠક આપવાની વાત મજાક છે. તેમણે કહ્યું કે ૩૧ ડિસેમ્બરે મેરઠના સિવાલખાસમાં વિશાળ રેલી કરી વિધાનસભા ચુંટણી અભિયાનની શરૂઆત કરીશું તે ચુંટણી રથયાત્રા પણ નિકાળશે અને પદયાત્રા પણ કરશે.
શિવપાલ યાદવે કહ્યું કે તેમણે અનેકવાર પ્રયાસ કર્યો સમાજવાદી ધારાના તમામ લોકો એક મંચ પર આવે અને એક એવું સંગઠન બને જેમાં તમામને સમ્માન મળી શકે જયાં સુધી સમાજવાદી પાર્ટીનો પ્રશ્ન છે અત્યાર સુધી મારા આ આગ્રહ પર કોઇ સકારાત્મક પ્રતિક્રિયા આવી નથી અને ન તો આ વિષય પર મારી સમાજવાદી પાર્ટીના નેતૃત્વથી કોઇ વાત થઇ છે. આ દુર્ભાગ્યપૂર્ણ છે કે મારી ઇચ્છા સ્પષ્ટ હોવા છતાં વાત આગળ વધી શકી નથી પ્રસપાનું સ્વતંત્ર અસ્તિત્વ બની રહેશે અને પાર્ટી વિલય જેવા એકાકી વિચારને એક નવેસરથી રદ કરે છે અને પોતાની પાર્ટી પદાધિકારીઓ અને કાર્યકર્તાઓને આ વિશ્વાસ અપાવે છે કે તેમના સમ્માનની સાથે કોઇ સમજૂતિ નહીં કરવામાં આવે.
શિવપાલે કહ્યું કે જયાં સુધી મંત્રી પદની વાત છે તો તે પહેલા જ અનેકવાર કહી ચુકયા છે એ યાદ રહે કે સપા અધ્યક્ષ અખિલેશ યાદવે કહ્યું હતું કે પ્રસાને એક બેઠક અને સરકાર બનવા પર એક મંત્રી પદ આપવામાં આવશે શિવપાલે કહ્યું કે સપાએ આ ઓફર આપી મજાક કરી છે.
આગામી વિધાનસભાની ચુંટણીઓની તૈયારીઓ અંગે કહ્યું કે પાર્ટીના કાર્યકરો પાર્ટીના વિસ્તારમાં અત્યારથી લાગી ગયા છે અને આગામી ચુંટણીઓમાં અમારી પાર્ટી સારી સફળતા મળશે પાર્ટી રાજય સરકારની નિષ્ફળતાઓને પ્રજા સમક્ષ ઉઠાવશે અને તેના માટે રથયાત્રા અને પદયાત્રા પણ કાઢવામાં આવશે.HS