શિવરંજની નજીક અને સુંદરવન પાસે આવેલા બસ સ્ટેન્ડ પર બેફામ પાર્કિંગ
અમદાવાદ, અમદાવાદ શહેરમાં ટ્રાફિક અને પાર્કીંગ આ બન્ને એક મોટી સમસ્યા બની ગઈ છે. ટ્રાફિક પોલીસ પોતાની ફરજ અદા કરી રહી છે, પરંતુ અમુક બાબતમાં તેની ઢીલાશ ઊડીને આંખે વળગે છે.
ટ્રાફિક વિભાગ જુદા- જુદા કાયદા- કાનૂનોની લોકોને ઓળખ આપી રહયુ છે પરંતુ એજ ટ્રાફિક વિભાગ “એકને ગોળ અને બીજાને ખોળ’ જેવી નીતિ અપનાવી રહયુ છે. નાના-મોટા સ્ટોરની બહાર વાહનો પાર્ક કર્યા હોય તો ટોઈંગ વાહનો તેને ઉઠાવી જાય છે
તો લોકોને દંડ ફટકારાય છે પણ એ જ ટ્રાફિક ખાતાને શિવરંજની નજીક આવેલા કેટલાક જવેલર્સના શો રૂમની બહાર અને સુંદરવન પાસે આવેલા બસ સ્ટેન્ડ પર બેફામ પાર્કિંગ થાય છે તે કેમ નજરે પડતુ નથી. ક્યાંકતો તંત્ર તરફથી આંખ આડા કાન થાય છે અગર તો કોક દબાણને વશ થઈને પગલા લેવાતા નથી.
તસ્વીરમાં દેખાય છે કે સુંદરવન બસ સ્ટેન્ડ પર નજીક આવેલા કોફી હાઉસમાં આવતા ગ્રાહકો ધ્વારા છડેચોક કાયદાનો ભંગ કરીને ગાડીઓ પાર્ક કરવામાં આવે છે ત્યાંથી થોડેક આગળ સુંદરવન પછી બીજા છેડે એક ગલી આવેલી છે ત્યાંથી નીકળતા વાહનો પર પોલીસ દંડનો કોરડો વીંઝે છે પણ કમનસીબે રોડ પર બસસ્ટેન્ડ પર કરેલુ પાર્કિંગ નજરે પડતુ નથી. ટ્રાફિક વિભાગ આ મામલે “આંખ આડા કાન” કરી રહયુ હોવાનું જણાઈ રહયુ છે. (તસ્વીરઃ- જયેશ મોદી)