શિવરંજની હિટ & રન કેસમાં પર્વ શાહના રિમાન્ડ મંજુર
અમદાવાદ, અદાવાદના બહુચર્ચિત શિવરંજની હિટ એન્ડ રન કેસમાં શ્રમિક પરિવારને કચડનાર આરોપી પર્વ શાહને પોલીસે આજે કોર્ટ સમક્ષ રજૂ કર્યો હતો. ત્યારે કોર્ટે આરોપી પર્વ શાહના આવતીકાલ બપોર સુધીના રિમાન્ડ માન્ય રાખ્યા હતા અને ૩૦૪ મુજબની કલમનો ઉમેરો કરવાનો પોલીસ રિપોર્ટ પણ મંજૂર કર્યો છે. જેને પગલે પર્વ શાહની મુશ્કેલીમાં વધારો થયો છે.
અમદાવાદના શિવરંજની ચાર રસ્તા નજીક બનેલા ચકચારી હિટ એન્ડ રન કેસમાં આરોપી પર્વ શાહને પોલીસે કોર્ટ સમક્ષ રજૂ કર્યો. આરોપીની વધુ પુછપરછ કરવા અને ૩૦૪ મુજબનો ગુનો દાખલ કરવા અંગે એન ડીવીઝન ટ્રાફિક પોલીસે ગ્રામ્ય કોર્ટ સમક્ષ મંજૂરી માંગી હતી. આ કેસમાં પોલીસે હાલ ૩૦૪ મુજબનો ગુનો નોંધ્યો છે. ત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ માનવવધનો ગુનો બનતો હોવાની રજૂઆત કોર્ટ સમક્ષ મૂકવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે કોર્ટે આરોપી પર્વ શાહના આવતીકાલ બપોર સુધીના રિમાન્ડ ગ્રાહ્ય રાખ્યા હતા અને ૩૦૪ મુજબની કલમનો ઉમેરો કરવાનો પોલીસ રિપોર્ટ પણ મંજૂર કર્યો છે. જેને પગલે પર્વ શાહની મુશ્કેલીમાં વધારો થયો છે. જાે કે, અદાવાદના શિવરંજની હિટ એન્ડ રન કેસમાં આરોપી યુવક પર્વ શાહ ગઈકાલે સાંજે પોલીસ સામે હાજર થયો હતો.
ત્યારે તેની સાથે ભાગી ગયેલા મિત્રોને પણ પોલીસે પકડી લીધા છે. સેટેલાઈટ પોલીસે પર્વ શાહ તથા તેના અન્ય ૩ મિત્રોને પોલીસ સ્ટેશનમાં હાજર કર્યા હતા, જે તમામ પર્વ શાહ સાથે અકસ્માત બાદ ભાગી છૂટ્યા હતા. હાલ પોલીસ આ તમામ યુવકોની પૂછપરછ કરી રહી છે. પોલીસે ત્રણેય મિત્રોની બે કલાક સુધી પૂછપરછ કરી હતી.
ચારેય લોકો સામે ૧૮૮ જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો છે. ૩૦૪ની કલમ ઉમેરવા માટેનો રિપોર્ટ કોર્ટમાં કરાયો છે. પોલીસે ત્રણેયને અલગ અલગ બેસાડીને તેમના નિવેદન નોંધાયા હતા. જ્યારે અકસ્માત સર્જાયો હતો ત્યારે શૈલેશ શાહની કારમાં ચાર યુવકો સવાર હતા. જેમાં એક હતો તેમનો દીકરો પર્વ શાહ.
પર્વની સાથે રિષભ શાહ, દિવ્ય શાહ અને પાર્થ શાહ પણ સવાર હતા. જેમાંતી રિષભ શાહ અને દિવ્ય શાહ બે ભાઈઓ છે. ચારેય યુવકો અકસ્માત બાદ ત્યાંથી ગભરાઈને ભાગી ગયા હતા. એક મિત્રને ત્યાંના લોકોએ માર માર્યો હતો. જાેકે હજાર થયેલા ૩ મિત્રો માંથી એક મિત્રને પગમાં ઇજા થઇ છે.