શિવરાજના કેબિનેટમાંથી મંત્રી તુલસીરામ સિલાવટે રાજીનામુ આપ્યું
ભોપાલ, મધ્યપ્રદેશના જળ સંસાધન અને મછુઆ કલ્યાણ તથા મત્સ્ય વિકાસ મંત્રી તુલસીરામ સિલાવટે મંત્રી પદેથી રાજીનામુ આપ્યું છે. સિવાલટે ૨૦ ઓકટોબરની તારીખેં લખેલ પત્રમાં પોતાના રાજીનામુ મુખ્યમંત્રી શિવરાજ ચૌહાણને મોકલ્યું છે. ત્યાગપત્રમાં શ્રી સિલાવટે સ્વેચ્છાએથી મંત્રી પદ છોડવાની વાત કરી છે. આ સાથે જ તેમણે વિનંતી કરી છે કે રાજીનામુ ૨૦ ઓકટોબરથી જ સ્વીકારવામ્ આવે રાજીનામુ બુધવારે મીડિયાની સમક્ષ આવ્યું હતું.
હકીકતમાં સિવાલટ વર્તમાનમાં ધારાસભ્ય નથી બંધારણની જાેગવાઇ અનુસાર કોઇ પણ વ્યક્તિ ધારાસભ્ય બન્યા વગર વધુમાં વધુ છ મહિના માટે મંત્રી પદ પર રહી શકે છે.તે છ મહીના પહેલા શિવરાજસિંહ મંત્રીમંડળમાં મંત્રી તરીકે સામેલ થયા હતાં.
સિલાવટ વર્તમાનમાં ઇન્દોર જીલ્લાની સાંવેર વિધાનસભા બેઠક પર થઇ રહેલ પેટાચુંટણીમાં ભાજપના ઉમેદવાર તરીકે ચુંટણી મેદાનમાં છે તેમનો મુકાબલો કોંગ્રેસના પ્રેમચંદ ગુડ્ડાથી છે. રાજયમાં તમામ ૨૮ બેઠકો સાથે સાંવેરમા ંપણ મતદાન ત્રણ નવેમ્બરે થશે અને પરિણામ ૧૦ નવેમ્બરે સામે આવશે
સિલાવટ વર્ષ ૨૦૧૮ની વિધાનસભા ચુંટણીમાં સાંવેરથી કોંગ્રેસની ટિકિટ પર ચુંટણી જીત્યા હતાં ત્યારબાદ તે સમયની કમલનાથ સરકારમાં મંત્રી બન્યા હતાં રાજયમાં આ વર્ષના રાજકીય ઘટનાક્રમોને કારણે સિલાવટે માર્ચ મહીનામાં ધારાસભ્ય પદેથી રાજીનામુ આપી જયોતિરાદિત્ય સિંધિયાના પગલે ચાલી ભાજપમાં સામેલ થયા હતાં. માર્ચ મહીનામાં જ રાજયમાં સત્તા બદલાઇ અને ભાજપ સરકારની રચના સાથે જ શિવરાજ ચૌહાણ મુખ્યમંત્રી બન્યા ત્યારબાદ એપ્રિલ મહીનામાં ચૌહાણે સિલાવટને મંત્રી બનાવ્યા હતાં.HS