શિવરાજના મંત્રી ફોન સિગ્લન માટે ૫૦ ફુટ ઉચા ઝુલા પર ચઢી ગયા
ભોપાલ: મધ્યપ્રદેશના લોક આરોગ્ય અને યાંત્રિકી મંત્રી વૃજેન્દ્રસિંહ યાદવ ખરાબ નેટવર્કને કારણે સિગ્નની તલાશમાં અશોકનગર જીલ્લામાં એક ગામમાં ચાલી રહેલ મેળામાં લાગેલ ઝુલા પર બેસી ૫૦ ફુટ ઉચાઇ પર ગયા તેમની આ તસવીર વીડિયો વાયરલ થયા બાદ લોકોએ વ્યંગ્ય કરતા કહ્યું કે શું આ ડિઝીટલ ભારત છે.
નજરેજાેનારના જણાવ્યા અનુસાર આ ગામ મંત્રી વૃજેન્દ્રસિંહ યાદવના ગામ સુરેલની પાસે છે અને ચંદેરી તાલુકામાં આવે છે ગામ ચારેબાજુ પહાડીઓથી ધેરાયેલ છે તે આ ગામમાં નવ દિવસની ભાગવત તથા કરાવી રહ્યંા છે અને આ કાર્યક્રમમાં મેળો પણ લગાવવામાં આવ્યો છે જેમાં ઝુલો લગાવવામાં આવ્યું છે અહીં ૫૦ ફુટનો એક ઝુલો આકર્ષણનું કેન્દ્ર બનેલ છે. આ વિસ્તારમાં મોબાઇલ નેટવર્કની પરેશાની રહે છે આથી કથામાં સામેલ રહેલ મંત્રીને જયારે નેટવર્કની પરેશાની થઇ તો તે ઝુલાનો ઉપયોગ કરી ઉચાઇ પર પહોંચી લોકોથી મોબાઇલ પર વાત કરતા નજરે પડયા હતાં.
યાદવે ફોટો અને વીડિયો સામે આવ્યા બાદ મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું કે સ્થાનિક લોકો પોતાની સમસ્યઓને લઇ મારી પાસે આવી રહ્યાં છે વિસ્તારમાં ખરાબ મોબાઇલ નેટવર્તને કારણે હું તેમની મદદ કરી શકતો નથી તેમણે કહ્યું કે આથી હું સારા સિગ્નલ મેળવવા માટે આ ઝુલા પર બેસી ઉચાઇ પર પહોંચ્યા બાદ અધિકારીઓ સાથે વાત કરી શકયો અને લોકોની સમસ્યાઓનું નિકારણ કરાવી શકયો છું