શિવરાજસિંહે મોદીની સુરક્ષા માટે મહામૃત્યુંજયના જાપ કર્યા

નવી દિલ્હી, પીએમ મોદીની સુરક્ષામાં ચૂકનો મામલો ગાજી રહ્યો છે અને તેની વચ્ચે મધ્યપ્રદેશના ઘણા શહેરોમાં પીએમ મોદીની સુરક્ષા માટે મહામૃત્યુંજયનો જાપ થઈ રહ્યો છે.મુખ્યમત્રી શિવરાજસિંહ ચૌહાણે પણ મહામૃત્યુંજય જાપ કર્યા છે.
મધ્યપ્રદેશ સરકારના વિવિધ મંત્રીઓ પણ ઉજ્જૈનના સુપ્રસિધ્ધ મહાકાલ મંદિર સહિતના વિવિધ મંદિરોમાં જાપ કરવા માટે પહોંચ્યા હતા.
શિવરાજસિંહ ચૌહાણે મંદિરમાં કરાયેલા જાપની તસવીરો પોતાના ટિ્વટર એકાઉન્ટ પર શેર કરતા કહ્યુ હતુ કે, હું સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને કહેવા માંગુ છું કે, રાજકીય મતભેદ અને રાજકીય કડવાશ એટલી બધી પણ ના હોવી જાેઈએ કે, કોંગ્રેસ શાસિત રાજ્યમાં દેશના વડાપ્રધાન સાથે આ પ્રકારનો વ્યવહાર કરવામાં આવે.
તેમણે બુધવારે પણ કહ્યુ હતુ કે, કોંગ્રેસ સરકારે પીએમની નહીં પણ દેશની સુરક્ષા સાથે રમત કરી છે.દેશની જનતા તેમને માફ નહીં કરે.દેશના કરોડો લોકોના આશીર્વાદ પીએમ સાથે છે.દેશમાં આ પહેલા આવી કોઈ ઘટના સામે આવી નથી.પીએમની સુરક્ષાની જવાબદારી રાજ્ય સરકારની હોય છે પણ પંજાબ સરકારે સુરક્ષામાં લાપરવાહી વરતી છે.SSS