શિવરાજ સિંહ ચોથી વખત મુખ્યપ્રધાન બને તેવી શકયતા

ભોપાલ: કર્ણાટક બાદ હવે મધ્યપ્રદેશમાં ઓપરેશન લોટસ સફળ થાય તેવા સંકેત દેખાઇ રહ્યા છે. જ્યોતિરાદિત્યના કોંગ્રેસમાંથી રાજીનામા બાદ શિવરાજ સિંહ ચૌહાણ ફરી એકવાર મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન બને તેવા સંકેત સ્પષ્ટરીતે દેખાઇ રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી જા આવુ કરવામાં સફળ રહે છે તો મહારાષ્ટ્રના હિસાબને બરોબર કરી લેશે. જ્યોતિરાદિત્યના કોંગ્રેસમાંથી રાજીનામા બાદ મધ્યપ્રદેશમાં રાજકીય ગરમી વધી ગઇ છે.
મામાના નામથી લોકપ્રિય શિવરાજ ફરી મુખ્યપ્રધાન બની શકે છે. મહારાષ્ટ્રમાં કોગ્રેસ પાર્ટીએ જારદાર રમત રમીને એનસીપીની સાથે મળીને શિવસેનાને સાથ આપીને ભારતીય જનતા પાર્ટીને સત્તાની રેસમાંથી બહાર કરી દેવામાં ભૂમિકા અદા કરી હતી. હાલમાં મહારાષ્ટ્રમાં કોંગ્રેસ-એનસીપી અને શિવસેનાની ગઠબંધન સરકાર રહેલી છે. બીજી બાજુ સિંધિયાના ફટકા બાદ કોંગ્રેસ પાર્ટીંમાં સોપો પડી ગયો છે. કોંગ્રેસના નેતાઓએ લાગે છે કે આવા સમયમાં જ્યારે તેઓ ભારતીય જનતા પાર્ટીને અર્થવ્યવસ્થા અને સીએએના મુદ્દાને લઇને ઘેરી રહ્યા હતા ત્યારે સિંધિયા અને ભારતીય જનતા પાર્ટી મધ્યપ્રદેશમાં કોંગ્રેસની સરકારને ગબડાવી દેવાની ગણતરી કરી રહ્યા હતા.
જાણકાર નિષ્ણાંતો માની રહ્યા છે કે જ્યોતિરાદિત્ય ભારતીય જનતા પાર્ટીમાં આવવાથી ગ્વાલિયર અને ચંબલ જેવા ક્ષેત્રમાં ભારતીય જનતા પાર્ટીની સ્થિતી વધારે મજબુત બની શકે છે. આ એ વિસ્તાર છે જ્યાં ભગવા પાર્ટીને વર્ષ ૨૦૧૮માં યોજાયેલી ચૂંટણીમાં નિરાશાજનક દેખાવ કર્યો હતો. ચંબલ એવા વિસ્તાર તરીકે છે જે વિસ્તારમાં સિંધિયા ગઢ ધરાવે છે.
ભારતીય જનતા પાર્ટીને પણ લાગી રહ્યુ છે કે એવા સમય પર જ્યારે કેન્દ્રની મોદી સરકાર કેટલાક મોરચા પર લડત લડી રહી છે ત્યારે લોકોની ધ્યાન કોંગ્રેસની આંતરિક ખેંચતાણ પર જશે. સાથે સાથે એવી અફવા પર બ્રેક મુકાશે કે મોદી અને શાહની સાથે શિવરાજના સંબંધ સારા રહેલા નથી. એવી અટકળો ચાલી રહી છે કે ભારતીય જનતા પાર્ટી હવે અવિશ્વાસ પ્રસ્તાવ લાવીને કમલનાથ સરકારને ગબડાવી દેવા માટે તૈયાર છે. ભારતીય જનતા પાર્ટીના સુત્રોના કહેવા મુજબ અમે ઉતાવળ કરી રહ્યા ન હતા. વિરોધાભાસની સ્થિતી વધારે ગંભીર બને તેની રાહ જાઇ રહ્યા હતા. શરૂમાં સિંધિયાની સાથે તેમના પરિવારના સભ્યોના સંબંધ પર શંકા દેખાઇ રહી હતી.
જા કે મોડેથી તે તમામ સમસ્યાને ઉકેલી દેવામાં આવી છે. એમ માનવામાં આવે છે કે જ્યોતિરાદિત્યના પોતાના ભુવા અને રાજસ્થાનના પૂર્વ મુખ્યપ્રઘાન વસુન્ધરા રાજે સાથે સારા સંબંધ નથી. પરિવારમાં આ પ્રકારના વિરોધની શરૂઆત ઇમરજન્સીના ગાળામાં થઇ હતી. હાલમાં એવા હેવાલ આવ્યા હતા અને ફોટો આવ્યા હતા જેમાં વસુન્ધરા અને સિંધિયા એકબીજાને ગળે મળી રહ્યા હતા. જેથી સંકેત મળી રહ્યા છે કે હવે પરિવારના તમામ લોકો સાથે છે.