શિવરાજ સિંહ ચૌહાણ મધ્ય પ્રદેશના સીએમ, રાજભવનમાં શપથ લીધા
ભોપાલ : શિવરાજ સિંહ ચૌહાણ ચોથી વખત મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી બની ગયા છે. રાજભવનમાં આયોજીત શપથગ્રહણ સમારોહમાં તેમણે મુખ્યમમંત્રી પદના શપથ લીધા છે. આ પહેલા સોમવારે સાંજે બીજેપી ધારાસભ્ય દળની બેઠકમાં તેમને વિધાયક દળના નેતા પસંદ કરાયા હતા. નેતા પસંદ થયા પછી શિવરાજ સિંહે કહ્યું હતું કે હું ઇમાનદારીથી મધ્ય પ્રદેશના વિકાસ માટે કામ કરીશ. પણ હાલ COVID-19નો પ્રસાર રોકવાનો ઉદ્દશ્ય છે. મારી પાર્ટી કાર્યકર્તાઓને અપીલ છે કે શપથગ્રહણ સમારોહની ઉજવણી ના કરે અને રસ્તા પર ના નિકળે. ઘર ઉપર રહેવું જોઈએ અને નવી સરકાર માટે પ્રાર્થના કરવી જોઈએ.
શિવરાજસિંહ ચૌહાણના નામ પર સોમવારે બપોરે હાઇકમાન્ડે મહોર લગાવી હતી. આ પછી બીજેપી વિધાયક દળની બેઠક બોલાવવામાં આવી હતી. કોરોના વાયરસના સંક્રમણ જોતા બીજેપી વિધાયક દળની બેઠકમાં સાવધાની રાખવામાં આવી હતી. પ્રદેશ અધ્યક્ષ બીડી શર્માએ ટ્વિટ કરીને ધારાસભ્યોને વિંનંતી કરી હતી કે તે પોતાના સહયોગી અને સુરક્ષાકર્મીને લઈને બેઠકમાં ના જાય. કોરોના બચાવની બધી ગાઈડલાઇન્સને ફોલો કરે. બેઠકમાં માસ્ક અને સેનેટાઇઝરની વ્યવસ્થા કરવામાં આવી હતી.
કમલનાથ સરકાર વિશે શિવરાજે સિંહે કહ્યું હતું કે છેલ્લા 15 મહિનામાં આખા પ્રદેશની વ્યવસ્થા ચોપટ થઈ ગઈ છે અને હવે તેને સુધારવામાં આવશે.