શિવરૂદ્ર ટ્રસ્ટનો નવો અભિગમ : જરૂરીયાતમંદ લોકોને દિકરા-દિકરી પરણાવે ત્યારે એકલાખની સહાય આપે છે
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ,: દુનિયામાં સૌથી મોટ માનવતાનું કામ દિકરા-દિકરીના લગ્ન થાય ત્યારે આર્થિક સહાયનુ ગણાય છે. તેમાં પણ દિકરીના લગન સમયે કરેલી સહાય નસીબદારના લલાટે જ લખાયેલી હોય છે. શિવરૂદ્ર ચેરીટેેબલ ટ્રસ્ટ સમાજના જરૂરતમંદ પરિવારોના દિકરા-દિકરીના લગ્ન પ્રસંગે રૂા. એક લાખ સુધીની અનોખી સહાય યોજના ચલાવી રહ્યા છે. ૧૦૦૦ પરિવારોનુ અનોખું કુટુબ ગુજરાતમાં ભાવનાનો એક અનોખો સંદેશ આપે છે.
શિવરૂદ્ર ચેરીટેેબલ ટ્રસ્ટ અત્યાર સુધીમાં દિકરા-દિકરીઓ જેમના લગ્નના દિવસે રૂા એક લાખની લગ્ન સહાયનો ચેક ચાંદલારૂપી અર્પણ કરે છે. સંસ્થા ર૦૧૯થી દિકરા-દિકરીઓના મા-બાપને સહાય આપી રહી છે. સંસ્થાના મોભી રાજકોટ જીલ્લાના જામકંડોરણા તાલુકાના નાના એવા ગામના વતની છે. અત્યાર સુધીમાં ૪૦૦ની આસપાસ દિકરા-દિકરીઓના મા-બાપને આ સહાય આપવામાં આવી છે.
બીજી તરફ સંસ્થા ગરીબ લોકોને કપડાનું વિતરણ પણ કરવામાં આવે છે. આ સંસ્થામાં ટ્રસ્ટીઓમાં શ્રી સિધ્ધાંત પટેલ, ઉપરાંત મેઘના પટેલ, અશોકભાઈ પટેલ, જય પટેલ, પ્રિયંકાબેન પટેલ, તુષારભાઈ પટેલ, વિષ્ણુભાઈ પટેલ કાર્યરત છે. જ્યારે વધુ વિગતો માટે શ્રીધ્ધાંત પટેલ મોબાઈલ નંબર ૮૯૮૦૦પ૪પ૬૬ અગર તો ઓફિસ મોબાઈલ નંબર ૯૬૩૮૪ર૦૪૯૯નો સંપર્ક સાધવા જણાવાયુ છે.