Western Times News

Gujarati News

શિવસેનાએ સામનામાં દેવેન્દ્ર ફડણવીસની પ્રશંસા કરી

મુંબઇ, મહારાષ્ટ્રમાં હાલના દિવસોમાં ભાજપના નેતા હંમેશા શિવસેનાના નિશાન પર જોવા મળતા હોય છે. ખાસકરીને વિપક્ષના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને શિવસેનાના નેતાઓ વચ્ચે હંમેશા આરોપ-પ્રત્યાઆરોપ જોવા મળતો હોય છે. પરંતુ અચાનકથી શિવસેનાના સુર બદલતા જોવા મળી રહ્યાં છે.

શિવસેનાએ પોતાના મુખપત્ર સામનામાં સંપાદકીય લેખમાં ફડણવીસની પ્રશંસા કરી છે. લેખમાં ફડણવીસના એ નિવેદનની પ્રશંસા કરી છે, જેમાં ફડણવીસે પૂર્વ મંત્રી ગિરીશ મહાજનના કોરોના પોઝિટિવ થવા પર સરકાર અથવા બીએમસી હોસ્પિટલમાં દાખલ થવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.  શિવસેનાએ સંપાદીય લેખમાં લખ્યું છે કે ફડણવીસનું એક ભાવનાત્મક અને હૃદયને સ્પર્શી જાય તેવું નિવેદન છે. તેઓએ પોતાના ખાસ સહયોગી ગિરીશ મહાજનને નિવેદન કર્યું, ગિરીશ, જો મને કોરોના કે કાંઇ થાય તો એક કામ કરજો, કંઇ પણ થાય મને સરકારી હોસ્પિટલમાં દાખલ કરજો. સંપાદીય લેખમાં જણાવાયું છે કે ફડણવીસની આ ભાવનાત્મ અપીલની પ્રશંસા કરવાના બદલે ટીકા-ટીપ્પણી થઇ રહી છે અને મજાક ઉડાવામાં આવી રહી છે, આ ઠીક નથી.

સામનાના સંપાદકીય લેખમાં શિવસેનાએ ફડણવીસને રાજ્યની આરોગ્ય સેવા, રાજ્ય સરકાર અને ડોકટર પર વિશ્વાસ બતાવા પર આભાર વ્યક્ત કર્યો. શિવસેનાએ વિપક્ષના નેતા તરીકે ફડણવીસની કામગીરીની પ્રશંસા કરી. સામનામાં આગળ લખ્યું છે કે તેમના રાજ્યના પ્રવાસ પર સ્થાનિક તંત્ર સતર્ક થઇ જાય છે. રાજ્ય સરકારના કામમાં ઉણપ અથવા સુધારાની જરૂરિયાત હોય તો તેના પણ ફડણવીસ બોલે છે, જે વિપક્ષના નેતાનું કામ છે. દેવેન્દ્ર ફડણવીસ એક અનુભવી નેતા છે. તેઓને મુખ્યમંત્રી અને સરકારના કામ અંગે ખબર છે. આ ઘણી સારી વાત છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.