Western Times News

Gujarati News

શિવસેનાથી તકરાર: વિમાની મથકે સુત્રો લાગ્યા પાકિસ્તાન ચાલ્યા જાવ

મુંબઇ, સુશાંત સિંહ રાજપુતના મોત બાદ શરૂ થયેલ વિવાદ હવે તે સ્થિતિમાં પહોંચી ગયો છે જયાં મહારાષ્ટ્રની સત્તાધારી પાર્ટી શિવસેના અને અભિનેત્રી કંગના રનૌત આમને સામને છે કંગના કડી સુરક્ષા વચ્ચે આજે બપોરે મુંબઇ પહોંચી જયાં પર તેમના સમર્થન અને વિરોધમાં સુત્રોચ્ચાર થયા કંગનાના એરપોર્ટ પર પહોંચવા પર લોકો પાકિસ્તાન ચાલ્યા જાવના સુત્રોચ્ચાર કરી રહ્યાં હતાં. જયારે કંગનાના સમર્થનમાં પણ સુત્રોચ્ચાર થયા હતાં આ સમયે કરણીસેના અને શિવસેનાના કાર્યકરો આમને સામને આવી ગયા હતાં.

કંગના રનૌત અને શિવસેનાની વચ્ચે તકરાર ત્યારે વધી ગઇ જયારે અભિનેત્રીએ મુંબઇની સરખામણી પાકિસ્તાન અધિકૃત કાશ્મીરથી કરી દીધી ત્યારબાદ શિવસેના નેતા સંજય રાઉત સહિત અનેક નેતાઓએ તેમના નિવેદન પર નિશાન સાધ્યું કંગનાના મુંબઇ એરપોર્ટ પહોંચવાના સમયે ત્યાં વિરોધમાં શિવસેનાના કાર્યકરો હાજર હતાં શિવસૈનિકોના હાથમાં કાળા ઝંડા હતાં તો અનેક કાર્યકરોેએ કંગનાની વિરૂધ્ધ ભારે સુત્રોચ્ચાર કર્યો જયારે બીજી તરફ અભિનેત્રીના સમર્થન કરવા માટે એરપોર્ટ પર કરણી સેના હાજર હતાં. કરણી સેનાના કાર્યકરોએ કંગના રનૌતના સમર્થનમાં સુત્રોચ્ચાર કર્યા હતાં આ દરમિયાન બંન્ને કાર્યકરો વચ્ચૅ ઝપાઝપી પણ થઇ હતી.

મુંબઇ એરપોર્ટ પર કંગનાના પહોંચ્યા બાદ કડક સુરક્ષામાં તેમને મુખ્ય દરવાજા ઉપરાંત અન્ય કોઇરસ્તેથી બહાર કાઢવામાં આવી હતી આ દરમિયાન વાઇ પ્લેસ સુરક્ષા મળવાથી કંગનાની આજુબાજુ સુરક્ષાનો ઘેરો બની ગયો હતો.કંગના મુંબઇ માટે ઉડાન ભરવા માટે પોતાના ગૃહ રાજય હિમાચલ પ્રદેશથી સવારે ચંડીગઢ પહોંચી હતી અને મહારાષ્ટ્ર સરકાર પર આરોપ લગાવ્યો હતો કે તે તેમની સંપત્તિને તોડવાનો પ્રયાસ કરી રહી છે. ઠીક છે આગળ વધો મેં મહારાષ્ટ્રના ગૌરવ માટે રકત પણ આપવાનું વચન આપ્યું છે આ તો કંઇ પણ નથી બધુ જ લઇ લો પરંતુ મારી હિંમત દિન પ્રતિદિન વધશે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.