શિવસેનાના ધારાસભ્યએ ઉદ્ધવ ઠાકરેને લખ્યો પત્ર

PM મોદીની સાથે જવાની ઉદ્ધવ ઠાકરેને સલાહ આપી-પ્રતાપ સરનાઈક હાલ ઈડીની રડારમાં, ભાજપની સાથે મનપાની ચૂંટણીમાં ગઠબંધન થયું તો શિવસેનાને લાભ થશે
મુંબઈ, ઉદ્ધવ સરકારમાં ખટપટ વચ્ચે શિવસેના ધારાસભ્ય પ્રતાપ સરનાઈકનો એક પત્ર સામે આવ્યો છે. આ પત્ર તેમણે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને લખ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે પીએમ નરેન્દ્ર મોદી સાથે મળી જશું તો શિવસેના ફાયદામાં રહેશે. તેમણે ગઠબંધન સરકારની સહયોગી પાર્ટી એનસીપી પર પણ ગંભીર આરોપ લગાવ્યા છે. આ પત્ર ૧૦ દિવસ જૂનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
શિવસેના ધારાસભ્ય પ્રતાપ સરનાઈકે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને પત્ર લખી કહ્યુ- એનસીપી અને કોંગ્રેસ પોતાના ખુદના મુખ્યમંત્રી ઈચ્છે છે. કોંગ્રેસ એકલી ચૂંટણી લડવા ઈચ્છે છે અને એનસીપી શિવસેના નેતાઓને તોડવાનો પ્રયાસ કરી રહી છે. એવું લાગે છે કે દ્ગઝ્રઁ ને કેન્દ્રનું પરોક્ષથી સમર્થન પ્રાપ્ત છે, કારણ કે એનસીપી નેતાઓની પાછળ કોઈ સેન્ટ્રલ એજન્સી લાગી નથી.
પ્રતાપ સરનાઈકે પત્રમાં આગળ કહ્યુ- અમે તમારા પર અને તમારા નેતૃત્વ પર વિશ્વાસ કરીએ છીએ, પરંતુ કોંગ્રેસ અને એનસીપી આપણી પાર્ટીને નબળી પાડવાનો પ્રયાસ કરી રહી છે. મારૂ માનવુ છે કે જાે તમે પીએમ મોદીની નજીક આવો તો સારૂ રહેશે.. જાે આપણે ફરીવાર એક સાથે આવી જઈએ તો આ પાર્ટી અને કાર્યકર્તા માટે ફાયદામાં રહેશે.
ઉદ્ધવને લખેલા પત્રમાં પ્રતાસ સરનાઈકે કહ્યુ- કોઈ ભૂલ વગર સેન્ટ્રલ એજન્સીઓ અમને નિશાન બનાવી રહી છે,. જાે તમે પીએમ મોદીની નજીક આવો તો રવીન્દ્ર વાયકર, અનિલ પરબ, પ્રતાપ સરનાઈક જેવા નેતાઓ અને તેના પરિવારોની મોટી પીડા સમાપ્ત થઈ જશે. આ કાર્યકર્તાઓની ભાવના છે.
શિવસેના ધારાસભ્ય પ્રતાપ સરનાઈક હાલ ઈડીની રડારમાં છે. તેમણે કહ્યું કે, ભાજપની સાથે મહાનગર પાલિકાની ચૂંટણીમાં ગઠબંધન થયું તો તેનો ફાયદો શિવસેનાને થશે. તમને જણાવી દઈએ કે ઈડાની કાર્યવાહી બાદથી શિવસેના ધારાસભ્ય પ્રતાપ સરનાઈકને લઈને ભાજપની રાજનીતિ થોડી રહી નથી.
શનિવારે સવારે ભાજપના પૂર્વ સાંસદ કિરીટ સોમૈયા અને ઠાણે શહેર ભાજપ અધ્યક્ષ, ધારાસભ્ય નિરંજન ડાવખરેના નેતૃત્વમાં ઠાણેના વર્તક નગર પોલીસ સ્ટેશન નજીક માનવ સાંકળ બનાવી હતી. આ દરમિયાન ધારાસભ્ય સરનાઈકને મિસ્ટર ઈન્ડિયા ગણાવતા કહ્યું કે, તે ગાયબ છે.
આ પહેલા ઓવલા માજીવાડા પરિસરમાં ભાજપ તરફથી ધારાસભ્ય ગાયબ થવાને લઈને પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. ઠાણેના શિવસેના ધારાસભ્ય પ્રતાપ સરનાઈક અને તેમના પુત્રનું મની લોન્ડ્રિંગમાં નામ આવ્યા બાદ ઈડીએ તેમના ઘર અને ફાર્મ હાઉસ પર દરોડા પાડ્યા હતા.