શિવસેનાના ધારાસભ્ય મંગેશ કુડાલકરની પત્નીએ કરી આત્મહત્યા

મુંબઇ, શિવસેનાના ધારાસભ્ય મંગેશ કુડાલકરની પત્ની રજનીએ રવિવારે સાંજે તેના કુર્લા નિવાસસ્થાને આત્મહત્યા કરી લેતા ખળબળાટ મચી ગયો હતો. આ ઘટના રવિવારે રાત્રે ૯.૪૦ વાગ્યે પ્રકાશમાં આવી હતી અને નહેરુ નગર પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, રજની રવિવારે ઘરની અંદર લટકતી હાલતમાં મળી આવી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોચી ગઇ છે અને કેસની તપાસ કરી રહી છે, ત્યારે તપાસકર્તાઓએ આ મામલે અકસ્માત મૃત્યુ રિપોર્ટ નોંધ્યો હતો.
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે રવિવાર રાત સુધી કોઈ સુસાઈડ નોટ મળી નથી. અને આ આત્યંતિક પગલું ભરવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસે આ સંદર્ભે વધુ તપાસ હાથ ઘરીને પુછપરછ શરૂ કરી છે.HS