શિવસેનાના નારાજ સાંસદ સંજય જાધવે મુખ્યમંત્રીને રાજીનામુ આપ્યું
મુંબઇ, શિવસેનાના લોકસભા સાંસદ સંજય જાધવે રાજીનામુ આપી દીધુ છે. તેમણે મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરેને પોતાનું રાજીનામુ સોંપ્યુ હતું. પરભણી લોકસભા બેઠકના શિવસેનાના સાંસદ સંજય ઉર્ફે બંડુ જાધલે ઉદ્વવ ઠાકરેને પત્ર લખ્યો અને પોતાનું રાજીનામુ આપ્યું છે તેમણે મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરેથી રાજીનામુ સ્વીકારવાની વિનંતી કરી છે જાધવ શિવસેના કાર્યકર્તાઓને ન્યાય ન મળવાથી નારાજ છે.
સાંસદે મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરેને લખેલ પત્રમાં કહ્યું છે કે જિંતુર કૃષિ ઉત્પન્ન બજાર સમિતિમાં બિન સરકારી પ્રશાસક મંડળની નિયુક્તિ કરવા માટે ગત ૮થી ૧૦ મહીનાથી તમારી પાસે ફોલોઅપ કરી રહ્યો છું જિંતુરથી એનસીપી કોંગ્રેસના એક પણ ધારાસભ્ય ન હોવા છતાં ત્યાંની કૃષિ ઉત્પન્ન બજાર સમિતિ પર એનસીપીને બિન સરકારી પ્રશાસક મંડળ ચુંટવા એ વાત મારા મનને ખુબ તકલીફ આપી રહી છે આ કારણે શિવસૈનિકોમાં ખુબ નારાજગી છે. જાધવે પત્રમાં લખ્યું છે કે જીલ્લાના ભાજપ કોંગ્રેસ અને એનસીપીના અનેક જનપ્રતિનિધિ શિવસેનામાં પ્રવેશ કરવા ઇચ્છે છે પરસંતુ જયારે હું મારી વર્તમાન પાર્ટી કાર્યકર્તાને ન્યાય અપાવી શકુ નહી તો બીજા પક્ષોથી આવનાર કાર્યકરોને કેવી રીતે ન્યાય અપાવી શકું. જાધવે લખ્યું છે કે હું બાલા સાહેબ ઠાકરેનો શિવસૈનિક છું જાે કાર્યકર્તાને ન્યાય ન અપાવી શકુ તો મારે સાંસદ પદ પર બેસી રહેવાનો કોઇ નૈતિક અધિકાર નથી મહેરબાની કરી મારૂ રાજીનામુ સ્વીકાર કરી લેવામાં આવે.HS