શિવસેનાના ૧૨ વિધાયક ભાજપના સંપર્કમાં: બાબનરાવ લોનીકર
મુંબઇ, ભાજપ અને મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી બાબનરાવ લોનીકરે દાવો કર્યો છે કે સત્તાધારી શિવસેનાના ૧૨ વિધાયક તેમની પાર્ટીના સંપર્કમાં છે. તેમણે રાજ્યમાં ફેરફારની ભવિષ્યવાણી કરી. કોંગ્રેસ અને એનસીપીની સાથે ગઠબંધન ચલાવી રહેલી શિવસેનાએ લોનિકરના દાવાને ફગાવી દેતા કહ્યું છે કે વિપક્ષી પાર્ટી રાજ્યમાં સત્તામાં આવવાના સપના ધોળ દિવસે જાેઈ રહ્યા છે.
નાંદેડ જિલ્લાની દેગલૂર વિધાનસભા સીટ પર ૩૦ ઓક્ટોબરે થવા જઈ રહેલી પેટા ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર સુભાષ સાબનેને સમર્થનમાં રેલી દરમિયાન લોનિકરે આ દાવો કર્યો. કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા રાવ સાહેબ દાનવ અને પાર્ટી નેતા આશિષ શેલર પણ સાબનેના પ્રચાર માટે દેગલૂરમાં છે. સાબને હાલ જ શિવસેના છોડીને ભાજપમાં સામેલ થયા છે.
સાબને દેહલૂર અને મુખેદ વિધાનસભા સીટથી ૩ વાર ધારાસભ્ય છે. લોનિકરે કહ્યું જાે મહારાષ્ટ્રમાં અનેક ફેરફાર થવાના છે. હાજર સરકારમાં તો મતદાતાઓને ભાજપના સુભાષ સાબનેને જીતાડવા જાેઈએ. રાજ્યમાં જાદૂ (ફેરફાર) બતાવીશું. શિવસેનાના ૧૨ ધારાસભ્ય ભાજપના સંપર્કમાં છે.
લોનિકરના દાવા પર શિવસેના પ્રવક્તા મનીષ કાયાંદેએ મુંબઈમાં કહ્યું કે તેમની વાતમાં કોઈ તથ્ય નથી. તેમણે કહ્યું કે ભાજપ રાજ્યમાં સત્તામાં આવવા માટે દિવા સ્વપ્ન જાેઈ રહ્યું છે. તે હવે સપના જાેઈ રહ્યા છે જ્યારે હાલમાં ૮૦ જિલ્લા પરિષદ સીટો માટે પેટા ચૂંટણીમાં તેમની સંખ્યા ઓછી થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે ભાજપ અને શિવસેનાના રસ્તા નવેમ્બર ૨૦૧૯માં અલગ થઈ ગયા હતા . આ બાદ શિવસેનાએ કોંગ્રેસ અને એનસીપીની સાથે મળીને સરકાર બનાવી.HS