શિવસેના ધારાસભ્ય રમેશ લટકેનું હાર્ટએટેકથી નિધન
મુંબઈ, અંધેરી પૂર્વ વિધાનસભાથી શિવસેનાના ૫૨ વર્ષીય ધારાસભ્ય રમેશ લટકેનું હાર્ટ એટેકને કારણે નિધન થયું છે. મળતી માહિતી પ્રમાણે બુધવારે તેઓ દુબઈ પોતાના મિત્રને મળવા ગયા હતા. ગઈ રાત્રે અચાનક હાર્ટ એટેક આવવાના કારણે તેમનું નિધન થઈ ગયું છે.
એહવાલ પ્રમાણે જ્યારે તેમને હાર્ટ એટેક આવ્યો ત્યારે તેમનો પરિવાર ખરીદી કરવા માટે બહાર ગયો હતો. ધારાસભ્ય રમેશ લટકેના પાર્થિવ શરીરને દુબઈથી મુંબઈ લાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.
રમેશ લટકે વર્ષ ૨૦૧૪થી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર સુરેશ શેટ્ટીને હરાવીને પ્રથમ વખત અંધેરી ઈસ્ટથી ધારાસભ્ય બન્યા હતા. ત્યારબાદ વર્ષ ૨૦૧૯માં રમેશ લટકે બીજી વખત અપક્ષ ઉમેદવાર એમ પટેલને હરાવીને ધારાસભ્યની ચૂંટણી લડ્યા હતા. રમેશ લટ્ટે ઘણી વખત બીએમસીમાં કાઉન્સિલર પણ રહી ચૂક્યા છે.
તેમના નિધનના સમાચાર સામે આવ્યા બાદ શિવસેનામાં શોકની લહેર છે. તમને જણાવી દઈએ કે, ધારાસભ્ય રમેશ લટકે થોડા દિવસોથી પોતાની ફેમિલી સાથે દુબઈમાં હતા. રમેશ લટકેના આકસ્મિક નિધનથી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે.SSS