શિવસેના, NCP અને કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન : ૧૬ર ધારાસભ્યો હાજર રહ્યા
મુંબઈ: મહારાષ્ટ્રમાં રાજકીય ડ્રામાબાજીનો દોર યથાવતરીતે જારી રહ્યો છે. મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડનવીસ અને અજીત પવારના એકાએક શપથ બાદ આઘાતમાંથી બહાર નિકળીને શિવસેના, એનસીપી અને કોંગ્રેસે શÂક્તપ્રદર્શન કર્યું હતું. ત્રણેય પક્ષોએ ૧૬૨ ધારાભ્યોની પરેડ કરાવી હતી. મુંબઈની હોટલમાં આ શક્તિપ્રદર્શન યોજવામાં આવ્યું હતું.
તમામ ધારાસભ્યોને એનસીપીના નેતા જીતેન્દ્ર દ્વારા ગઠબંધનની સાથે રહેવાના શપથ લેવડાવવામાં આવ્યા હતા. આ પહેલા ઉદ્ધવ ઠાકરેએ ભાજપ ઉપર પ્રહાર કરતા કહ્યું હતું કે, અમે સત્યમેવ જયતે માટે લડી રહ્યા છે. સત્તામાં જયતે હોવા જાઈએ નહીં. ખુબ જ ઉત્સાહિત નજર આવી રહેલા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, હવે તો એક રુમમાં તમામના ફોટાઓ આવશે નહીં.
મિત્રો વધી ગયા છે. ત્યારબાદ શરદ પવારે ભાજપ અને અજીત પવાર ઉપર પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે, ખોટીરીતે સરકારની રચના કરવામાં આવી છે. કર્ણાટક અને મણિપુરમાં ભાજપે આવી જ રમત કરી હતી. અનૈતિકરીતે સરકાર બનાવવાની પ્રક્રિયા દેશમાં ભાજપે શરૂ કરી છે. આવતીકાલે સુપ્રીમ કોર્ટ ફ્લોર ટેસ્ટ માટેની તારીખ બતાવશે એ દિવસ માટે અમને તૈયાર રહેવાની જરૂર છે. નવા ધારાસભ્યોના મનમાં શંકા ઉભી કરવાના પ્રયાસ થઇ રહ્યા છે.
શરદ પવારે પાર્ટીની એકતાની જવાબદારી લઇને કહ્યું હતું કે, કોઇપણ પાર્ટીની વિરુદ્ધમાં જશે નહીં અને જવાબદારી તેમની પોતાની છે. કોઈના પણ ઇશારે ન ચાલવા માટે કહેવામાં આવ્યું હતું. બોધપાઠ ભણાવવા માટે અમે ત્રણેય પક્ષો કામ કરનાર છે. સાથે સાથે તેઓએ ધારાસભ્યોને એક રીતે અજીત પવારની સાથે જવાની સ્થિતિમાં પરિણામ ભોગવવાની ધમકી પણ ઉચ્ચારી હતી.
અમારી સાથે શિવસેના પણ છે. શિવસેના, એનસીપી અને કોંગ્રેસના નેતાઓના ભાષણ બાદ તમામ ધારાસભ્યોને ગઠબંધનમાં રહેવાના શપથ લેવડાવવામાં આવ્યા હતા. સોનિયા ગાંધી, શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં એક સાથે રહેવાના શપથ લેવડાવવામાં આવ્યા હતા. મહારાષ્ટ્રે ભાજપની વિરુદ્ધમાં મત આપ્યા છે.
અમે તેમને મદદ કરવા માટે કોઇ કામ કરીશું નહીં. આ મિટિંગમાં ભલે તમામ ઉપસ્થિત રહ્યા હતા પરંતુ રસપ્રદ બાબત એ હતી કે, શનિવારે સવારે ફડનવીસની સાથે નાયબ મુખ્યમંત્રી અજીત પવારે શપથ લીધા હતા તે ગાળામાં રાજ્યપાલને મળવા જે ધારાસભ્યો પહોંચ્યા હતા તેમાં ધનંજય મુંડે પણ હતા. આજે શક્તિ પ્રદર્શનમાં શિવસેના, શરદ પવાર અને કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉદ્ધવ ઠાકરે પણ લડાયક બનેલા દેખાઈ રહ્યા છે.
શરદ પવારે કહ્યું હતું કે, અજીત પવારને હવે વીપ જારી કરવાનો અધિકાર નથી. અજીત પવારને ધારાસભ્ય પદથી હટાવી દેવામાં આવ્યા છે. અજીત પવારે ભાજપની સાથે સરકાર બનાવવાનો નિર્ણય કર્યો છે જે એનસીપીનો નિર્ણય નથી. તેમની સાથે જે નેતા ગયા હતા તેમને ભ્રમિત કરીને લઇ જવાયા હતા. કોઇ પાર્ટીની વિરુદ્ધ જશે નહીં. ફ્લોર ટેસ્ટના દિવસે અમારી સાથે ૧૬૨ ધારાસભ્યો રહેશે.