Western Times News

Gujarati News

શિવાંગી જાેશી-મોહસિન ખાન યે રિશ્તા બાદ ફરી સાથે દેખાશે

મુંબઈ, શિવાંગી જાેશી અને મોહસિન ખાન ટેલિવિઝનની સૌથી પોપ્યુલર જાેડી પૈકીના એક છે. કાર્તિક અને નાયરાનું પાત્ર ભજવીને તેમણે ખૂબ પોપ્યુલારિટી મેળવી હતી. યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ની આ જાેડીને ફેન્સ પ્રેમથી કાયરા કહીને બોલાવે છે. થોડા દિવસ પહેલા જ મીડિયામાં અહેવાલો વહેતા થયા હતા જેમાં કથિત રીતે કહેવાયું હતું કે, શિવાંગી જાેશી તેના પૂર્વ કો-સ્ટાર મોહસિનને ભૂલાવી નથી શકી.

રિપોર્ટ પ્રમાણે, શિવાંગી અને મોહસિન યે રિશ્તા ક્યા કહેલાતા હૈ દરમિયાન એકબીજાને ડેટ કરતા હતા પરંતુ બાદમાં તેમણે રોમેન્ટિક રિલેશનશીપનો અંત આણીને માત્ર મિત્રો રહેવાનું પસંદ કર્યું હતું. વાયરલ થયેલા આર્ટિકલમાં એવું કહેવાયું હતું કે, શિવાંગીએ તેની પર્સનલ લાઈફ અને રિલેશનશીપ વિશે વાત કરી છે. પરંતુ હવે શિવાંગીએ આ સમગ્ર મુદ્દે સ્પષ્ટીકરણ આપ્યું છે.

બાલિકા વધૂ ૨માં આનંદીના રોલમાં જાેવા મળતી શિવાંગીએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં સમગ્ર વિવાદ અંગે પોતાનો પક્ષ મૂક્યો છે. સાથે જ શિવાંગીએ એમ પણ જણાવ્યું છે કે, તે મોહસિન ખાન સાથે જલદી જ નવા પ્રોજેક્ટમાં જાેવા મળશે.

શિવાંગીએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું, મારા અંગે હાલમાં છપાયેલો આર્ટિકલ ઘણી રીતે ગેરમાર્ગે દોરનારો છે. આર્ટિકલમાં ઘણી વાતો લખવામાં આવી છે પરંતુ અવ્યવસ્થિત રીતે લખાઈ છે અને તેના કારણે આર્ટિકલ આખો જ બદલાઈ ગયો છે. અન્ય મીડિયા પોર્ટલ દ્વારા આ જ આર્ટિકલને તોડીમરોડીને લખવામાં આવ્યો છે.

હું માત્ર એટલું જ કહેવા માગુ છું કે મારી જિંદગીમાં બધું જ સારું છે અને હું ખુશ છું. કાયરાના ફેન્સને કહેવા માગુ છું કે હું અને મોહસિન એકબીજા સાથે નવા પ્રોજેક્ટમાં જાેવા મળીશું અને ટૂંક સમયમાં જ તેની જાહેરાત થશે. આગળ નથી વધી શકી તે અંગે એક્ટ્રેસ વિશે જે લખાયું હતું તેના પર પણ તેણે સ્પષ્ટતા કરી છે. બીજી ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શિવાંગીએ લખ્યું, “મેં એવું કહ્યું હતું કે, મારા પાત્ર નાયરાને ભૂલાવીને આગળ વધવામાં તકલીફ થઈ રહી છે.

મેં કહ્યું હતું કે, ટાઈમ ઓછો મળે છે એટલે મળી નથી શકતાં અને આ વાત યે રિશ્તાની ટીમના સંદર્ભમાં હતી નહીં કે કોઈ ચોક્કસ વ્યક્તિ માટે. મેં રિલેશનશીપ અને બ્રેકઅપ અંગે જનરલ વાત કરી હતી અને કોઈ ચોક્કસ વ્યક્તિને લઈને નહીં. શિવાંગી જાેશીએ કહ્યું આર્ટિકલમાં એવું લખવામાં આવ્યું હતું કે, ‘જાેશીએ પ્રશ્નને ઉડાવી દીધો’.

હા, મેં જવાબ નહોતો આપ્યો કારણકે આ ઈન્ટરવ્યૂ સફળ શોઝની બીજી સીઝન અંગે હતો, મારી અંગત લાઈફ વિશેનો નહીં. ઈન્ટરવ્યૂ પર્સનલ લાઈફ અંગે સવાલ કરવા માટે ક્યારેય હતો જ નહીં અને મને લાગે છે કે, પત્રકારે આ વાતનું માન જાળવવું જાેઈતું હતું અથવા તો પૂછવું જ નહોતું અથવા ઓછામાં ઓછું ‘પ્રશ્નનો જવાબ ના આપ્યો’ એ ભાગ લખવો જ નહોતો જાેઈતો. ઈમાનદારી દરેક પ્રોફેશનમાં જરૂરી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.