શિવાંગી જાેશી સિરત બનીને સીરિયલમાં પરત ફરશે
મુંબઈ: યે રિશ્તા ક્યા કહેલાતા હૈમાં બોક્સરના સાવ અલગ અવતાર સાથે શિવાંગી જાેશી ફરીથી દર્શકોને મંત્રમુગ્ધ કરવા માટે તૈયાર છે. શોમાં બોક્સર તરીકે શિવાંગી યથાવત્ રહેશે, જેનું નામ સિરત છે. શોના મેકર્સે સેટ પરથી કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તેમણે દર્શકોની સિરત અને તેના પરિવારના સભ્યો સાથે ઓળખાણ કરાવી છે.
ઈન્ડસ્ટ્રીમાં જાણીતું નામ ધરાવતી આશિતા ધવન શિવાંગીની ઓનસ્ક્રીન મમ્મીનો રોલ પ્લે કરતી જાેવા મળશે. જ્યારે હ્રષિકેશ પાંડે તેના પિતાની ભૂમિકા ભજવશે. ફેમિલી તસવીરમાં સિરત મમ્મી, પપ્પા, દાદી અને નાના ભાઈ સાથે જાેવા મળી રહી છે. શિવાંગી જાેશીના ફેન્સ તેના ફેવરિટ એક્ટરને ફરીથી સ્ક્રીન પર જાેવા માટે ઉત્સુક છે.
અગાઉ, શિવાંગી જાેશીએ ૧૨ વર્ષથી ચાલી રહેલા આ શોમાં નાયરાનો રોલ કર્યો હતો. તેના કેરેક્ટરનું શોમાં મોત થયું હોવાનું બતાવવામાં આવ્યું હતું અને હવે તે આ જ શોમાં સિરત તરીકે કમબેક કરી રહી છે. બીજી તરફ પ્રિયંવદા કાંત પણ મોહસિન ખાન ઉર્ફે કાર્તિકના લવ ઈન્ટરેસ્ટ તરીકે જાેવા મળશે.
કાર્તિક નાયરા જેવી દેખાતી સિરતના પ્રેમમાં પડતો જાેવા મળશે. પરંતુ આ દરમિયાન મેકર્સ શોમાં પ્રિયંવદા કાંત ઉર્ફે રિયાના કેરેક્ટરની એન્ટ્રી કરાવશે. જેથી સ્ટોરીમાં થોડા ટિ્વસ્ટ અને ટર્ન્સ જાેવા મળશે. આ વિશે વાત કરતાં સૂત્રોએ જણાવ્યું હતું કે, હવેની સ્ટોરીમાં કાર્તિક ફરીથી નાયરા જેવી દેખાતી છોકરીના પ્રેમમાં પડવાનો છે.
પરંતુ તેમા થોડો ટિ્વસ્ટ અને ટર્ન્સ લાવવા માટે મેકર્સે પ્રિયંવદા કાંતને મોહસિન ખાનની ઓપોઝિટમાં કાસ્ટ કરવાનું નક્કી કર્યું છે. પ્રિયંવદા કાંત છેલ્લે સુપરનેચરલ થ્રિલર ‘નાગિન ૫’માં કેમિયો કરતી દેખાઈ હતી. રાજન શાહીનો યે રિશ્તા ક્યા કહેલાતા હૈ શો દર્શકોમાં ખાસ્સો પોપ્યુલર છે. હાલમાં તેણે ૧૨ વર્ષ અને ૩૩૦૦ એપિસોડ પૂરા કર્યા હતા. આ ખાસ દિવસે મેકર્સે સેટ પર પૂજા અને હવનનું આયોજન કર્યું હતું.
આ સિવાય કેક પણ કટ કરવામાં આવી હતી. શોમાં અત્યારસુધીમાં ઘણા વેડિંગ્સ અને લીપ આવ્યા, તેમ છતાં દર્શકો તેના સાથે જાેડાયેલા રહ્યા. પ્રિયંવદા કાંત અને શિવાંગી જાેશી મોહસિન ખાનના લવ ઈન્ટરેસ્ટ તરીકે જાેવા મળવાની છે ત્યારે શોમાં વધુ ડ્રામા માટે દર્શકોએ તૈયાર રહેવું પડશે.