Western Times News

Gujarati News

શિવાંગી યે રિશ્તા છોડતી વખતે ચોંધાર આંસુએ રડી

મુંબઈ, ટીવી એક્ટ્રેસ શિવાંગી જાેશી ૨૦૧૬માં નાયરા તરીકે યે રિશ્તા ક્યા કહેલાતા હૈ સાથે જાેડાઈ હતી અને ખૂબ ઓછા સમયમાં તેને પોપ્યુલારિટી મળી હતી. કાર્તિક ઉર્ફે મોહસિન ખાન સાથેની તેની ઓન-સ્ક્રીન કેમેસ્ટ્રીએ દર્શકોને તેના ફેન્સ બનાવ્યા હતા.

જાે કે, સાડા પાંચ વર્ષ બાદ તેની જર્નીનો અંત આવ્યો છે. શો કે જેની શરૂઆત ૨૦૦૯માં થઈ હતી તે આગામી દિવસોમાં નવી સ્ટોરીલાઈન સાથે આગળ વધશે. આ અઠવાડિયે શિવાંગી જાેશીએ મુંબઈમાં યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માટે તેનું છેલ્લું શૂટિંગ આટોપ્યું હતું.

શિવાંગી જાેશીએ જતા પહેલા કેક કટ કરી હતી અને આ દરમિયાન તેની આંખમાં દડ-દડ કરતા આંસુ વહેલા લાગ્યા હતા. શોના પ્રોડ્યૂસર રાજન શાહીએ શિવાંગી જાેશીને અલવિદા કહેતા કેટલીક તસવીરો શેર કરી છે અને હૃદયસ્પર્શી વાત પણ કહી છે.

રાજન શાહીએ લખ્યું છે YRKKHની ટીમ, યુનિટ, કાસ્ટ અને ક્રૂ તરફથી આભાર અને કૃતજ્ઞતા શિવાંગી જાેશી. ગઈકાલે તે જે બેંચ માર્ક સેટ કર્યો છે તેનો આભાર માનવાનો દિવસ હતો. આ ઈન્ડસ્ટ્રીમાં ડિરેક્ટર અને પ્રોડ્યૂસર તરીકેના મારા ૨૯ વર્ષના કરિ.રમાં હું ક્યારેય તારા જેવા સમર્પિત એક્ટરને નથી મળ્યો.

હું આશા રાખુ છું કે દરેક પ્રોડક્શન હાઉસ, મેકર અને ચેનલને તારા જેવા ટેલેન્ટેડ એક્ટર સાથે કામ કરવાની તક મળી. હું તારા તમામ કો-સ્ટાર્સ થકી તારો આભાર માની શરું છું. તું અને મોહસિન હંમેશા સાથે રહ્યા અને બેસ્ટ જાેડી બન્યા. હંમેશા સાથે મળીને હાર્ડ વર્ક કરવા માટે તારો અને મોહસિનનો આભાર. ટીમનો દરેક સભ્ય સેટ પર પહેલીવાર રડ્યો હોવાનું મેં ગઈકાલે જાેયુ હતું.

જીવનમાં પહેલીવાર હુ મારા યુનિટની સામે રડ્યો હતો. ટીમ અને મારા માટે નવો અનુભવ રહેવાનો છે. મેં ક્યારેય પણ કોઈ એક્ટર્સને આટલો પ્રેમ મેળવતા નથી જાેયા.

શિવાંગી જાેશીના સેટ પરના છેલ્લા દિવસે તેના મમ્મી યશોદા જાેશી પણ ઉપસ્થિત રહ્યા હતા આ દરમિયાન રાજન શાહીએ યશોદા જાેશીને બે હાથ જાેડીને આભાર માન્યો હતો. રાજન શાહીએ તે તસવીર ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શેર કરી છે અને લખ્યું છે ‘આભાર યશોદા જાેશીજી. સુપર વુમન, માતા, મેન્ટર અને માર્ગદર્શક. અમને તમારા મૂલ્યો અને સિદ્ધાંતો પ્રત્યે માન છે’. જણાવી દઈએ કે, YRKKHની નવી કહાણીમાં હર્ષદ ચોપરા અભિમન્યુ, પ્રણાલી રાઠોડ અક્ષરા અને કરિશ્મા સાવંત આરોહીનું પાત્ર ભજવતી જાેવા મળશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.