શિવાજીનો રોલ ઑફર થયો એ બે રાત સૂઈ નહોતો શક્યો
ટીવીથી કરીઅરની શરૂઆત કરીને ફિલ્મ સુધી પહોંચેલા શરદ કેળકરને જ્યારે અજય દેવગને ‘તાન્હાજી-ધી અનસંગ વાૅરિયર’માં શિવાજી મહારાજ બનવાની ઑફર મોકલાવી ત્યારે શરદ એવો તો ખુશ થઈ ગયો હતો કે તે બે રાત સૂઈ નહોતો શક્યો.
શરદ કહે છે કે ‘પહેલાં તો મને વિશ્વાસ જ નહોતો આવ્યો કે મને શિવાજી મહારાજ બનવા મળે. શિવાજી મહારાજ એક જાયન્ટ કૅરૅક્ટર છે. દરેક ઍક્ટરનું એ કૅરૅક્ટર કરવાનું સપનું હોય. મારું પણ સપનું હતું અને એ ફાઇનલી પૂરું થઈ રહ્યું હતું.’
શિવાજીના ગેટઅપમાં આવ્યા પછી ફિલ્મના સેટ પર શરદ સાથે વાત કરવાની રીતભાત પણ બદલાઈ જતી હતી. શરદ કહે છે, ‘સૌકોઈ રિસ્પેક્ટથી વાત કરે અને વર્તનમાં એક અદબ આવી ગઈ હતી.’
‘તાન્હાજી-ધી અનસંગ વાૅરિયર’નું વર્લ્ડ પ્રીમિયર રવિવારે સ્ટાર પ્લસ પર છે. શરદે અત્યારથી જ રવિવારની રજા રાખી દીધી છે. તે ફિલ્મ પોતાના ફૅમિલી મેમ્બર સાથે ઘરે જાેવાનો છે. શરદ કહે છે, ‘મારી ફૅમિલીની આંખોમાં શિવાજીને જાેઈને જે ચમક આવે એ ચમક મારે જાેવી છે.’