બાયડમાં ખાખી વર્ધી ચોર લૂંટારૂ ગેંગ સામે લાચાર ૭૨ કલાકમાં ૪ સ્થળે લૂંટ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/06/08-2.jpg)
બાયડ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોય તેમ વારંવાર ચોરીના બનાવો બની રહ્યા છે બાયડ શહેરમાં તસ્કર ટોળકી ખાખી વર્દી ને ચેલેન્જ આપી રહી હોય તેમ ૭૨ કલાકના સમયગાળામાં ચાર બંધ મકાનમાં ધાડ પાડી લૂંટ ચલાવી રફુચક્કર થતાં પોલીસ તંત્ર નિ સહાય હાલતમાં હોય તેવી સ્થિતિ પ્રવર્તતા નગરજનોમાં ભયનો મહોલ વ્યાપ્યો છે ગાબટ રોડ ઉપર આવેલી શિવાલિક ગ્રીસ સોસાયટીના મકાન નં ૨૩ માં રહેતા અંકિત ભાઈ પટેલ પરિવાર સાથે સામાજિક પ્રસંગે ગયા હતા
રાત્રિના સુમારે તસ્કર ટોળકી બંધ મકાનનો લાભ લઇ મુખ્ય દરવાજાનો નકુચો તોડી રૂમમાં કબાટના ખાનામાં રહેલ સરસામાન ને વીર વિખેર કરી અંદર રૂમ ની તિજોરી તોડી રૂ. ૧૨૦૦૦૦ નું સોનાનું મંગળસૂત્ર ,રૂ .૬૦ હજારની ચાર નંગ બુટ્ટી, રૂ. ૩૦,૦૦૦ની સોનાની વીંટી ,એક જોડ ચાંદીના છડા ,રૂ ૨૦૦૦ ના ૫ તોલા ચાંદીના સિક્કા અને ફોટો ફ્રેમ તેમજ રૂપિયા બે હજાર રોકડા એમ કુલ મળી રૂ. ૨ ૧૬૦૦૦ ની મત્તા ચોરી ગયા હતા તેમજ બહાર પડેલી પ્લેઝર ની ચાવી લઇ પ્લેઝર ની પણ ઉઠાંતરી કરી હતી તે દરમિયાન રાત્રિના દોઢથી બે વાગ્યાની વચ્ચે સામેના મલ્હાર બેંગ્લોર સોસાયટીના એક મહિલા રહીશ રાત્રે જાગ્યા હતા
અરે હાથમાં લાકડીઓ લઈ ને ચાર ચડ્ડી-બનિયાનધારી લોકોને જોયા હતા આ મહિલાએ ફોનથી કોઈ રહેશે પોલીસને જાણ કરતાં શિવાલિક ગ્રીસ સોસાયટી માં પોલીસ તાબડતોડ આવી પહોંચી હતી આ બાબતનું અન્ય રહીશોને જાણ થતા સોસાયટીના ચહલપહલ ના કારણે ચોર ટોળકી ફરાર થઈ ગઈ હતી આ ઉપરાંત અન્ય એક બનાવમાં બાયડ- મોડાસા રોડ ઉપર આવેલી દેવભૂમિ સોસાયટી ના મકાન નંબર ૨૪ માં રહેતા અનિલભાઈ પંચાલ મૂળ રહેવાસી તેનપુર ૨ જૂન થી તેમના વતનમાં ગયા હતા
તેમનું બંધ મકાન હોય તસ્કરોએ તેને પણ નિશાન બનાવી મુખ્ય દરવાજાનું તાળું તોડી ઘરમાં ઘરમાં રહેલી તિજોરી નું તાળું તોડી અંદરથી રૂ,૧૨૦૦૦૦ નું સોનાનું ત્રણ તોલાનું મંગલસૂત્ર ,રૂ, ૮૦૦૦૦ નો બે તોલાનો સોનાનો દોરો ,રૂપિયા ૮૦૦૦ની કાનની શેર અને રૂપિયા ૨૦૦૦ ની ચુની એમ કુલ રૂ,૨.૨૯.૦૦૦ ની મત્તાની ચોરી કરી તસ્કરો હવામાં ઓગળી ગયા હતા આ બંને તસ્કરીની બાયડ પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાતો પોલીસ દ્વારા ડોગ સ્ક્વોડ અને એફ એસ એલની મદદથી તપાસનો દોર શરૂ કર્યો છે બાયડમાં બંધ મકાનના નકૂચા તોડી લૂંટ ચલાવતી તસ્કર ટોળકીના તરખરાટ થી પ્રજાજનો અસલામતી અનુભવી રહ્યા છે સધન પેટ્રોલીંગના દાવા પોકળ સાબિત થતાં નગરજનો રાત્રી ઉજાગરા કરવા મજબૂર બન્યા છે
દિલીપ પુરોહિત. બાયડ