શિવ નાદર યુનિવર્સિટીએ બિઝનેસ માટે ડેટા સાયન્સિસ એન્ડ એનાલિટિક્સમાં ઓનલાઇન સર્ટિફિકેશન પ્રોગ્રામ લોન્ચ કર્યો
ભારતની અગ્રણી મલ્ટીડિસિપ્લિનરી અને સંશોધન આધારિત યુનિવર્સિટી તથા ભારત સરકારના ઇન્સ્ટિટ્યુશન ઓફ એમિનન્સ (આઇઓઇ) દ્વારા પ્રમાણિત શિવ નાદર યુનિવર્સિટીએ આજે ડેટા સાયન્સિસ એન્ડ એનાલિટિક્સ ફોર બિઝનેસ (ડીએસએબી)માં નવો ઓનલાઇન સર્ટિફિકેટ પ્રોગ્રામ લોન્ચ કર્યો છે.
આ પ્રોગ્રામનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને સંબંધિત ડોમેનના જ્ઞાન અને તકનીકી કૌશલ્યોથી સજ્જ કરવા માટે પ્રશિક્ષણ આપવાનો છે, જેથી તેઓ ડેટામાંથી ઇનસાઇટ્સનો ઉપયોગ કરીને બિઝનેસ સામેના પડકારો દૂર કરીને કંપનીઓને મદદરૂપ બની શકે. આ વિશિષ્ટ અને સઘન 14 સપ્તાહનો પ્રોગ્રામ ઓનલાઇન રહેશે તથા જુલાઇ, 2020ના ત્રીજા સપ્તાહથી તેનો પ્રારંભ થશે.
ડીએસએબી પ્રોગ્રામ સ્ટેટિસ્ટિક્સ અને ઇકોનોમેટ્રિક્સના આવશ્યક કોન્સેપ્ટ્સને આવરી લેશે, જે વિવિધ ટુલ્સ, પ્રિડિક્ટિવ મોડલિંગ, મશીન લર્નિંગ, પર્સપેક્ટિવ મોડલિંગ, ટેક્સ્ટ માઇનિંગ અને ન્યુટ્રલ નેટવર્ક્સનો ઉપયોગ કરીને મોડલિંગ, એક્સપ્લોરેટરી ડેટા એનાલિટિક્સ અને ડેટા મેનિપ્યુલેશન માટે આવશ્યક છે.
આ પ્રોગ્રામ વિદ્યાર્થીઓને એસક્યુએલ, પાયથોન, ટેન્સ અથવા ફ્લો, ટેબ્લુ વગેરે સહિતના ટુલ્સના ઉપયોગ દ્વારા આવશ્યક તકનીકી કૌશલ્યો વિકસાવવામાં મદદરૂપ બનશે. અધ્યાપન પદ્ધતિ રિયલ બિઝનેસ કેસ સ્ટડિઝ, ચોક્કસ બિઝનેસની સ્થિતિમાં એક્ચ્યુઅલ ડેટાસેટ્સનો ઉપયોગ કરીને ચેલેન્જ હેકેથોન્સનો ઉપયોગ કરશે તથા વિદ્યાર્થીઓને સખત માર્ગદર્શનથી શીખવામાં મદદરૂપ બનશે. ઉદ્યોગોનો બહોળો અનુભવ ધરાવતા પ્રેક્ટિશનર ફેકલ્ટી મેમ્બર્સને અનુભવી શિક્ષણવિદો સાથે જોડાશે, જેનાથી વિદ્યાર્થીઓને રિયલ બિઝનેસ એક્સપોઝક અને ઇનસાઇટ પ્રદાન કરી શકાશે. તેનાથી વિદ્યાર્થીઓને એનાલિટિક્સ ઇન્ડસ્ટ્રી અથવા એનાલિટિક્સનો ઉપયોગ કરીને સેક્ટરમાં જ મજબૂત ભાવિ કારકિર્દી વિકસાવવામાં મદદ મળી રહેશે.
આ કોર્સના પસંદગીના કન્ટેન્ટ ડિલિવર કરવા શિવ નાદર યુનિવર્સિટીએ ડેટા સાયન્સિસ અને બિઝનેસ એનાલિટિક્સ ક્ષેત્રે વૈશ્વિક સ્તરે અગ્રણી ભારતીય લર્નિંગ કંપની જિગસો એકેડમી સાથે ભાગીદારી કરી છે. જિગસો ઉપરાંત કોર્સની ડિલિવરી શિવ નાદર યુનિવર્સિટીના જાણીતા ફેકલ્ટી દ્વારા કરાશે કે જેઓ ઉદ્યોગોનો બહોળો અનુભવ ધરાવે છે તથા આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતનામ ઇન્સ્ટિટ્યુશન્સના પૂર્વ વિદ્યાર્થીઓ છે.
આ કોર્સના ગ્રેજ્યુએટ્સને એનાલિટિક્સ, એફએમસીજી, બીએફએસઆઇ, હેલ્થકેર, આઇટી, મેન્યુફેક્ચરિંગ, રિટેઇલ, ઇકોમર્સ, કન્સલ્ટિંગ વગેરે ક્ષેત્રોમાં કામ કરવાની તક મળી રહેશે.
નવા પ્રોગ્રામની જાહેરાત કરતાં શિવ નાદર યુનિવર્સિટીના સિનિયર ડીન, સ્ટ્રેટેજીક ઇનિશિયેટિવના વડા તથા સ્કૂલ ઓફ મેનેજમેન્ટ એન્ડ આંત્રપ્રિન્યોરશીપના ડાયરેક્ટર ડો. બિબેક બેનર્જીએ જણાવ્યું હતું કે, “દેશભરમાં કુશળ ડેટા સાયન્સ પ્રતિભાઓની માગમાં ઝડપી વધારો થઇ રહ્યો છે, પરંતુ આ માગને પૂર્ણ કરવા માટે દર વર્ષે ઉદ્યોગોમાં પ્રવેશતા તાલીમબદ્ધ અને કુશળ પ્રોફેશ્નલ્સની સંખ્યા ઓછી છે. કોવિડ-19 બાદ ડિજિટલ ઇકનોમીમાં વૃદ્ધિની અપેક્ષા છે અને તેની સાથે એનાલિટિક્સની માગમાં પણ વધારો થઇ રહ્યો છે. બિઝનેસ પ્રોગ્રામ માટે ડેટા સાયન્સિસ અને એનાલિટિક્સ શિવ નાદર યુનિવર્સિટીના ઉદ્યોગો માટે આદર્શ કુશળ વિદ્યાર્થીઓ વિકસાવવા અને તેમને માર્ગદર્શન આપવાના મીશન સાથે સુસંગત છે. આ પ્રોગ્રામ અભ્યાસના ચોક્કસ પરિણામો હાંસલ કરવા માટે વિશેષ પ્રકારે ડિઝાઇન કરાયો છે, જેથી વિદ્યાર્થીઓને ભવિષ્યમાં આગળ વધવામાં મદદ મળી રહે.”
બેચલર્સ ડિગ્રી અથવા સમાંતર અથવા પ્રમાણિત અન્ડરગ્રેજ્યુએટ ડિગ્રી પ્રોગ્રામમાં પ્રવેશ મેળવેલા અને 10+2 બોર્ડમાં ગણિતમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓ આ પ્રોગ્રામ માટે અરજી કરી શકે છે. ઉમેદવારોએ ફાઇનલ સિલેક્શન માટે પર્સનલ ઇન્ટરવ્યુમાંથી પસાર થવાનું રહેશે. પ્રોગ્રામના ક્લાસ ઓનલાઇન યોજાશે, જેમાં અનુકૂળ માહોલમાં પ્રેક્ટિસ કરાવાશે. પ્રોગ્રામનો સમયગાળો 12 સપ્તાહનો છે તથા દર સપ્તાહે ત્રણ સેશનમાં અંદાજે નવ કલાક અભ્યાસ કરાવાશે. આ પ્રોગ્રામ કેપસ્ટોન પ્રોજેક્ટ સાથે પૂર્ણ કરાશે.