શિશુના ઉછેર અને વિકાસ માટે મસાજનું શું મહત્વ છે
શિશુની ત્વચાની સંભાળ માટે મસાજ એક રૂટિન પ્રક્રિયા છે. તેનાથી સ્નાયુઓ મજબૂત થવાની સાથે અન્ય અનેક લાભ પણ થાય છે જેમાં વજન વધવું, સારી ઊંઘ આવવી અને પાચનમાં સુધારો તેમજ સમગ્રપણે ગ્રોથ અને ડેવલપમેન્ટમાં વધારો સામેલ છે.
હિમાલયા ડ્રગ કંપનીના આરએન્ડડી વિભાગના આયુર્વેદ નિષ્ણાત ડો. સુભાષિની એન.એસ. કહે છે, ‘તમારા શિશુ માટે મસાજ સૌથી ઉત્તમ રિલેક્સિંગ થેરાપી છે અને તે ખાસ કરીને શરૂઆતના મહિનાઓમાં સૌથી ઉત્કૃષ્ટ સાબિત થાય છે. સલાહભર્યુ છે કે તમારા શિશુને સ્નાન અગાઉ ઓઈલ મસાજ કરવામાં આવે જેનાથી તેના રક્ત પરિભ્રમણમાં ફાયદો થાય છે અને ઉછેર સારો થાય છે.’
વાલીઓને બેબી મસાજ માટે યોગ્ય ઓઈલની પસંદગી કરવાની સલાહ આપતા ડો. સુભાષિનીએ કહ્યું હતું કે એ યોગ્ય છે કે શિશુઓ માટે ખાસ તૈયાર થયેલું મસાજ ઓઈલ ઉપયોગમાં લેવામાં આવે અને તે મિનરલ ઓઈલ, પેરાબેન્સ અને ફ્થેલેટ્સથી મુક્ત હોવું જોઈએ. મસાજ ઓઈલ કે જે ઓલિવ ઓઈલ અને અશ્વગંધાથી ભરપૂર હોય તેનો ઉપયોગ સલાહભર્યો છે કેમકે આ ઔષધિઓ ત્વચાને સ્વસ્થ રાખવા માટે પ્રચલિત છે.
ઓલિવ ઓઈલ રાહત અને એન્ટીમાઈક્રોબાયલ ગુણધર્મો ધરાવે છે અને તે સુનિશ્ચિત કરે છે કે શિશુની ત્વચા સ્વસ્થ રહે અને હાઈડ્રેટ રહે. તેનાથી શિશુના નખ મજબૂત થાય છે અને ક્યુટીકલ્સ સોફ્ટ બને છે. અશ્વગંધા આયુર્વેદમાં જાણીતી ઔષધિ છે જે પણ શિશુની ત્વચાને કોમળ બનાવે છે અને તેમાં રહેલ એન્ટીઓક્સિડન્ટ રક્ત પરિભ્રમણ વધારે છે. જેથી ત્વચાને પુરતું પોષણ મળી રહે છે.
મસાજ ટેકનીક્સ વિશે વાલીઓ સાથે વાત કરતા ડો. સુભાષિનીએ કહ્યું હતું, ‘શિશુને હળવો મસાજ રાત્રે કરવાથી તેને સારી ઊંઘ આવે છે. ફિડિંગ પછી તરત મસાજ કરવાથી દૂર રહેવું જોઈએ. તેના સ્થાને શિશુને ખવડાવવા અને મસાજ વચ્ચે 30-45 મિનિટનો અવકાશ રાખવો જોઈએ. શિશુઓને સામાન્ય રીતે મસાજ ગમે છે જો કે તમારૂં નવજાત શિશુ મસાજ દરમિયાન સૂઈ જતું હોય તો તે તેના માટે સાચો સમય નથી.’