શીખ ફોર જસ્ટિસ્ટ સંગઠન દ્વારા 26મી જાન્યુઆરીના દિવસે દિલ્હીની વીજળી કાપવાની ધમકી

નવી દિલ્હી, એક તરફ દેશની રાજધાની દિલ્હીમાં પ્રજાસત્તાક પર્વની તૈયારો ચાલી રહી છે, તો બીજી તરફ દિલ્હીની સરહદ પર ખેડૂતો આંદલન કરી રહ્યા છે. આ બધા વચ્ચે પ્રજાસત્તાક વર્વના અવસર ઉપર ખેડૂતો વિશાળ ટ્રેક્ટર પરેડ યોજવાના છે. આવી સ્થિતિમાં રાજધાનીની સુરક્ષા એક પડકાર બની છે. જેને લઇને પોલીસ અને સેનાના જવાનો પણ એલર્ટ પર છે. આ સિવાય સરકારી એજન્સીઓ પણ એલર્ટ બની છે.
આ વાતાવરણ વચ્ચે એક ચિંતાજનકર સમાચાર એ છે કે ખાલીસ્તાની સમર્થક સંગઠન શીખ ફોર જસ્ટિસ્ટ દ્વારા 26મી જાન્યુઆરીના દિવસે દિલ્હીની વીજળી કાપવાની ધમકી આપી છે. કેન્દ્ર સરકાર કૃષિ કાયદા પરત લેવાની ના પાડે છે તેનાથી નારાજ આ સંગઠને આવી ધમકી આપી છે. આ ધમકીના સૂચના બાદ દિલ્હી સરકાર સાથે પોલીસ અને સુરક્ષા દળોએ કમર કસી લીધી છે.
આ ધમકી બાદ એવું માનવામાં આવી રહ્યું છે કે 26મી જાન્યુઆરીના દિવસે ખાલીસ્તાની સમર્થક લોકો પાવર સ્ટેશન, પાવર ગ્રિડને નિશાન બનાવી શકે છે. આ બબાતને ધ્યાનમાં રાખીને તમામ મહત્વના પાવર પોઇન્ટ પર સુરક્ષા ગોઠવવામાં આવી છે. આ સિવા. રાજધાનીમાં પણ સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે.