શીણાવાડ ગામે “ સોમેશ્વર મહાદેવ મંદિર” પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભક્તિભાવ પૂર્વક ઉજવણી
અરવલ્લી:અરવલ્લી જિલ્લાના મોડાસા નજીક આવેલા માઝૂમ ડેમના કિનારેના શીણાવાડ ગામે સોમેશ્વર મહાદેવ મંદિરમાં મૂર્તિ સ્થાપનનો ત્રી દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો,ભૂદેવો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે ભગવાન સોમેશ્વર મહાદેવ,માતા પાર્વતી,ગજાનન ગણપતિ અને પવનસુત હનુમાનજીની મૂર્તિનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો જેમા ગામના તમામ સમુદાયના અગ્રણીઓ અને લોકો ઉસ્તાહ સભર સાથે જોડાઈ મૂર્તિના પ્રાણ પ્રતિષ્ઠા ઉજવી કરી હતી, મંદિરમાં શોભાયમાન ભગવાનના દર્શન કરી ગ્રામજનોએ ધન્યતા અનુભવી હતી