શીણાવાડ ગામે સોમેશ્વર મહાદેવ મંદિરે દ્વિતીય વાર્ષિક પાટોત્સવની ઉજવણી

(તસ્વીરઃ બકોર પટેલ, મોડાસા) મોડાસા તાલુકાના શીણાવાડ ગામે સોમેશ્વર મહાદેવ મંદિરે દ્વિતીય વાર્ષિક પાટોત્સવની શ્રદ્ધા ભક્તિપૂર્વક ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.
આ શિવ મંદિરે હવન-યજ્ઞનાદિ કરીને આ દ્વિતીય વાર્ષિક પાટોત્સવની ઉમંગભેર ઉજવણી ગ્રામજનો દ્વારા આજરોજ સંપન્ન થઈ હતી.ભગવાન સદા શિવ,ભોલેનાથ એવા ભગવાન સોમેશ્વર દાદાના ચરણોમાં શીશ નમાવીઆબાલવૃદ્ધ સૌ ભાવિકો -ગ્રામજનોએ દર્શન. આર્ચન..પૂજન .આરતી.. આરાધના કરી ધન્યતા અનુભવી હતી.
ગામના અગ્રણી જેઠાભાઇ પટેલે જણાવ્યું કે સોમેશ્વર મહાદેવ મંદિરે ઉજવાયેલ આ પાટોત્સવના મંગલ અવસરનો લ્હાવો લેવા ગામ અને આસપાસના ગામોના શ્રદ્ધાળુઓ પણ ઉમંગે ઉમટી પડ્યા હતા અને આ અવસરે કાઢવામાં આવેલી શોભાયાત્રામાં પણ જાેડાઈને નાચી-ઝૂમી ઉઠ્યાં હતા અને ભગવાન ભોલેનાથના દર્શન કરી સૌ ધન્ય બન્યાં હતાં.*