શું કેબ સેવા આપતી ઉબર કંપનીના પૈડા થંભી જશે ?
મુંબઈ: લાંબા સમય સુધી લોકડાઉનને કારણે થતાં નુકસાનમાંથી રિકવર થવા અને વૈશ્વિક ખર્ચ ઘટાડવા માટે કેબ સેવા પૂરી પાડતી ઉબેરે તેની મુંબઇ ઓફિસ કાયમી ધોરણે બંધ કરવાનો નિર્ણય લીધો છે. તેમ છતાં તેની કેબ સેવાઓ ચાલુ રહેશે. કંપની દ્વારા કર્મચારીઓને ડિસેમ્બર સુધી ઘરેથી કામ કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે. જા કે, આ વર્ષે સ્પષ્ટ નથી કે કર્મચારીઓને આવતા વર્ષે મુંબઈની બીજી ઓફિસમાં મોકલવામાં આવશે કે કેમ ? કંપની મુંબઈમાં પોતાની રાઇડ્સ સેવા ચાલુ રાખશે.
ઉલ્લેખનીય છે કે, લાંબા લોકડાઉનને કારણે કંપનીને મોટું નુકસાન વેઠવું પડયું હતું. કંપનીએ આ ખોટને પહોંચી વળવા અને વૈશ્વિક ખર્ચ ઘટાડવા માટે આવા અઘરા નિર્ણયો લેવા પડયા હતા. ઉબરે વૈશ્વિક સ્તરે કુલ ૬,૭૦૦ કર્મચારી છે. તેમાંથી તેણે ભારતમાં ૬૦૦ કર્મચારીઓને કાઢી મુક્યા છે.
કંપનીએ વૈશ્વિક સ્તરે ૬,૭૦૦ કર્મચારીઓને છૂટા કર્યા છે. ગયા મહિને ઉબેરે આ કર્મચારીઓને ઝૂમ દ્વારા એક વીડિયો કોલ કર્યો હતો અને કહ્યું હતું કે કોવિડ -૧૯ રોગચાળો મોટો પડકાર બની ગયો છે અને તેના કારણે સખત નિર્ણયો લેવા પડશે.