શું કોરોનાની રસીનો ત્રીજાે ડોઝ પણ આપવામાં આવશે?
નવી દિલ્હી, કોરોના વાયરસના બે ડોઝ બાદ બૂસ્ટર ડોઝ અંગે અનેક ચર્ચાઓ શરુ થઈ ગઈ છે. બે ડોઝ લઈ લીધા પછી કોરોના સામે વધારે મજબૂત લડત માટે બૂસ્ટર ડોઝ અંગે ચર્ચાઓ ચાલી રહી છે.
જાેકે, આ અંગે એક્સપર્ટ દ્વારા મહત્વની વાત કરવામાં આવી છે. સરકારે આ અંગે વાત કરતા જણાવ્યું કે કોરોનાની રસીનો બૂસ્ટર ડોઝ હાલના સમયમાં વૈજ્ઞાનિક ચર્ચાની સાથે-સાથે સાર્વજનિક સ્વાસ્થ્ય ક્ષેત્રમાં કેન્દ્રીય વિષય નથી અને હાલ બે ડોઝ મુખ્ય પ્રાથમિકતા છે.
બૂસ્ટર ડોઝને લઈને શરુ થયેલા ચર્ચા વચ્ચે ICMRના ડિરેક્ટર બલરામ ભાર્ગવને સવાલ કરવામાં આવ્યો તો તેમણે કહ્યું કે, કોરોના સામે લડવા માટે બે ડોઝ આપવા જરુરી છે, તેમાં અડચણ આવવી ના જાેઈએ.
આ અંગે તેમણે વાત કરતા જણાવ્યું કે, “આપણે એ વાતને સ્પષ્ટ રીતે યાદ રાખવાની જરુર છે કે બૂસ્ટર ડોઝ હાલ વૈજ્ઞાનિક ચર્ચાની સાથે-સાથે સાર્વજનિક સ્વાસ્થ્ય ક્ષેત્રમાં કેન્દ્રીય વિષય નથી. બે ડોઝ પ્રાપ્ત કરવા હાલ પ્રાથમિકતા છે. તેમણે એ પણ જણાવ્યું કે, “ઘણી એજન્સીઓએ ભલામણ કરી છે કે એન્ટીબોડીના સ્તરને માપવું જાેઈએ નહીં..
પરંતુ મહત્વપૂર્ણ એ છે કે બન્ને ડોઝ પૂર્ણ રસીકરણ જરુરી છે અને અને તેમાં કોઈ પણ પ્રકારની ખલેલ ના પડવી જાેઈએ. કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે જણાવ્યું કે ભારતની ૨૦% વસ્તીને કોરોનાની રસીના બન્ને ડોઝ આપી દેવામાં આવ્યા છે. જ્યારે ૬૨% લોકોને ઓછામાં ઓછો એક ડોઝ આપી દેવામાં આવ્યો છે.
આ સાથે ૯૯% સ્વાસ્થ્ય કર્મીઓને રસીનો પહેલો ડોઝ અને ૮૨% સ્વાસથ્યકર્મીઓને રસીના બન્ને ડોઝ લાગી ગયા છે. આ સાથે તેમણે આગળ જણાવ્યું કે કોરોના ફ્રન્ટલાઈન વોરિયર્સને પહેલો ડોઝ આપી દેવામાં આવ્યો છે જ્યારે ૭૮%ને બીજાે ડોઝ પણ આપી દેવામાં આવ્યો છે.
અત્યાર સુધીમાં પાંચ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો જેવા કે સિક્કિમ, હિમાચલ પ્રદેશ, ગોવા, ચંદીગઢ અને લક્ષ્યદ્વીપમાં વયસ્ક વ્યક્તિને રસીનો ઓછામાં ઓછો એક ડોઝ આપી દેવામાં આવ્યો છે. આંકડા પ્રમાણે એક મહિનામાં અપાયેલા રસીના દૈનિક ડોઝ મે મહિનામાં ૧૯.૬૯ લાખથી વધુ, જૂનમાં ૩૯.૮૯ લાખ, પછી જૂલાઈમાં ૪૩.૪૧ લાખ અને ઓગસ્ટમાં ૫૯.૧૯ લાખ થઈ ગયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે ગઈકાલે એમ પણ જણાવ્યું કે, ૧૫ દિવસથી પ્રતિદિવસ ૭૪.૪૦ લાખ સરેરાશ રસીકરણ થયું છે.SSS