શું તમે કિચનની રાણી છો? તો કરો કમાણી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/07/cooking.jpg)
કુકિંગ એક એવો શબ્દ જે રસોડામાંથી બહાર નીકળી ટીવી સ્ક્રીન પર પહોંચ્યો એટલે આજે તેનું મહત્વ કંઈક અલગ જ થઈ ગયું છે. તરલા દલાલથી શરૂ કરી સંજીવ કપૂર, વિકાસ ખન્ના, નીતા મહેતા રણવીર બરાર વગેરે જેવા દસેક શેફને લીધે રસોડાની અને કુકિંગની કાયાપલટ થઈ ગઈ છે.
રસોડું અને કુકિંગ માત્ર સ્ત્રીઓ સાથે જ જાેડાયેલા રહેતા જ્યાં હવે પુરૂષો પણ પોતાનું કૌવત બતાવી રહ્યાં છે. કુકિંગ એક ખાસ કામ ન હતું જેથી જે વ્યક્તિ આ કામ કરે તેનું કોઈ મહત્વ હતું નહીં પરંતુ હવે સમય એવો છે કે તમે તેનો બિઝનેસ કરી શકો છો. આજે આપણે કુકિંગના ક્ષેત્રમાં છુપાયેલી કમાણી વિષે વાત કરવાના છીએ.
જાે તમને માત્ર સારૂં જમવું જ ગમતું હોય તો આગળ આ લેખ વાંચવાનો કોઈ અર્થ નથી પરંતુ જાે તમે સ્વાદિષ્ટ વાનગીઓ બનાવી પણ શકતા હો અને તમને તેમાં રસ હોય તો જઈ જાઓ તૈયાર કિચનની રાણી બની કમાણી કરવા માટે. આજે લગભગ દરેક વ્યક્તિ બહાર જમવાનું પસંદ કરે છે
કારણ કે અલગ અલગ રેસીપી ખાવા મળે અને તેને જ લીધે ૭૦ ટકા મહિલાઓ કે છોકરીઓ અવનવી વાનગી ઘરે બનાવી પોતાના પરિવારને જમાડવા ઈચ્છતી હોય છે. આ દરેક વ્યક્તિ જે નિતનવી વાનગી ઘરે બનાવવા માંગે છે તેમને ક્યાંકથી આ વાનગીઓ બનાવવાની માહિતી અને તાલીછમ તો લેવા જ પડશે. તો બસ કરો શરૂ તમારા કુકિંગ ક્લાસ.
માત્ર એક હજાર રૂપિયાના રોકાણથી તમારા ઘરના કિચનમાં શીખડાવવાનું શરૂ કરો એટલે બિઝનેસ શરૂ થઈ ગયો. તમારી પાસે મોટું રોકાણ કે વિશિષ્ટ જ્ઞાન હોવું જરૂરી નથી પણ તમને દરેક વાનગી યોગ્ય માપ અને વસ્તુમાંથી કેમ બનાવવી ત આવડવું જાેઈએ.
આજે યુ-ટ્યુબ પર દરેક વાનગીની રેસીપી હોય છે છતાં હજુ પ૦ ટકા એવી મહિલાઓ છે જેમને ક્લાસરૂમમાં શીખવું હોય છે. બધા જ લોકો ટેકનોલોજીનો ઉપયોગ કરતા નથી તમે આ વ્યવસાય ખાસ કોલેજના વેકેશન દરમ્યાન ચલાવીને પણ કમાણી કરી શકો છો.
હવે તો તમે સ્ત્રી છો કે પુરૂષ, એ બાબત પણ અગત્યની નથી, બસ તમને સારામાં સારા સ્વાદવાળી વિવિધ વાનગી બનાવતા આવડે અને અન્યને શિખડાવી શકો તે જરૂરી છે. આ વ્યવસાયમાં જગ્યા, સાધનો અને મસાલા સિવાય વિશેષ રોકાણ કર્યા વગર દર વર્ષે વ્યવસાયમાં પ્રોફિટનો વધારો થઈ શકે છે. તમારી આવડત અન્ય લોકોને યોગ્ય ભાષામાં સમજાવવાની હોવી જાેઈએ.
તમે એક શેફ તરીકે ફ્રીલાન્સ પણ કામ કરી શકો છો. સોશિયલ મીડિયા પર મફતમાં પ્રમોશન કરો જેથી વિદ્યાર્થી મળે અને ત્યાર બાદ પ્રોફેશનલ સેટઅપ બનાવી શકો છો. તમારી જેમાં વિદ્વતા હોય અને જેની ડિમાન્ડ હોય તેવી વાનગીના વીડિયો બનાવી ટુટયુબ પર શેર કરો જેથી લોકોને ખ્યાલ આવે કે તમે કલાસ પણ ચલાવો છો.
દરેક વાનગી બનાવી શકો તેવી જ રીતે તેની માહિતી ભણાવી શકો તેવી સ્કીલ્સ તમારે ડેવલપ કરવી પડે. જે તમે જાણો છો તે અન્યને શીખડાવવા માટે થોડા માપદંડ બનાવતા તમને આવડવું જાેઈએ. કોઈ એક વાનગી અથવા તેના વિવિધ પ્રકાર જેમ કે ગુજરાતી થાળી શીખવાડો તો ઘણી વાનગી આવે અને માત્ર બાળકોને નાસ્તામાં શું બનાવી આપવું ?
તેના વિષે કૈક અલગ પણ બનાવી લોકોને ક્લાસમાં શીખડાવી શકો છો. જેટલી સરસ વાનગી બનાવો કે લોકો આંગળી ચાટતા રહી જાય તેવી જ રીતે મીઠી ભાષામાં સમજાવતા પણ આવડવું જાેઈએ. હવેથી કિચનની રાણી ધારે તો કરી શકે કમાણી !
રસોડું અને કુકીંગ માત્ર સ્ત્રીઓ સાથે જ જાેડાયેલા રહેતા જ્યાં હવે પુરૂષો પણ પોતાનું કૌવત બતાવી રહ્યાં છે. કુકિંગ એક ખાસ કામ ન હતું જેથી જે વ્યક્તિ આ કામ કરે તેનું કોઈ મહત્વ હતું નહીં.