શું તારક મહેતા શોમાં દયાબેન પાછા આવી ગયા?
મુંબઈ, અભિનેતા દિલિપ જાેશીએ પોતાના અભિનયથી દુનિયાભરના લોકોને ભરપૂર મનોરંજન પૂરું પાડ્યું છે. લોકપ્રિય શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં હાલ તો તેઓ મેઈન ચહેરો છે અને ફેન્સ જેઠાલાલની ભૂમિકામાં તેમને જાેવાનું પસંદ કરે છે. અભિનેતા છેલ્લા ૧૩ વર્ષથી આ શો સાથે જાેડાયેલા છે.
હાલમાં જ જેઠાલાલનો એક ફની વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ શૂટ દરમિયાનનો બીટીએસ વીડિયો છે. જે તમને શોના કેટલાક ફની મૂમેન્ટ્સની યાદો તાજી કરશે.
આ સાથેજ તમારા દિમાગમાં એક સવાલ પણ આ વીડિયો જાેઈને આવી શકે છે. ભલે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દિશા વાકાણી ઉર્ફે દયાબેન લાંબા સમયથી જાેવા નથી મળતા પરંતુ હાલમાં જે વીડિયો સામે આવ્યો છે અને સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે તેને જાેઈને કેટલાકને આ વીડિયો જૂનો લાગે છે પરંતુ કેટલાક લોકોના મનમાં એવો સવાલ ઉઠી રહ્યો છે કે શું દયાબેનની શોમાં વાપસી થઈ છે? હકીકતમાં જેઠાલાલ અને દયાબેનની કેમેસ્ટ્રી જ શોના પ્રાણ છે. બંને વચ્ચેની શરારતો, પ્રેમ અને ગુસ્સો જાેવા માટે ફેન્સ આતુર રહેતા હોય છે.
વીડિયોમાં જાેઈ શકાય છે કે કોઈ જેઠાલાલથી બચવા માટે ઘરની અંદર ભાગી રહ્યું છે અને જેઠાલાલ તેનો પીછો કરવાની કોશિશ કરે છે. તેઓ કહે છે કે એ ઊભી રહે ક્યાં ભાગે છે? ત્યારબાદ બાપુજીનો સીન આવે છે અને તેઓ પણ તૈયારી કરી રહ્યા છે. ફેન્સને આ વીડિયો ખુબ ફની લાગે છે.
આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કરાયો છે. વીડિયો નાનો છે પરંતુ તારક મહેતાના ચાહકો તેની સાથે સારી રીતે રિલેટ થઈ શકે છે કે જ્યારે જેઠાલાલ કોઈની પાછળ આ રીતે ભાગે તો તે દયાબેન જ હોઈ શકે છે. હવે આ વીડિયોની સચ્ચાઈ શું છે, આખરે જેઠાલાલ અને બાપુજી કોની પાછળ ભાગતા જેઠાના રૂમમાં જઈ રહ્યા છે તે તો આગળ જ ખબર પડશે.
અત્રે જણાવવાનું કે દિશા વાકાણીએ ઘણા સમયથી શો છોડી દીધો છે. અનેકવાર તેની શોમાં પાછા ફરવાની ખબરો સામે આવતી રહી પરંતુ તે માત્ર અફવા જ સાબિત થઈ. હવે આ વીડિયોએ ફેન્સના મગજમાં સવાલ પેદા કર્યો છે કે શું આખરે દયાબેનની તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં એન્ટ્રી થવાની છે?SSS